Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

દ્વારકાધીશજીની ધ્વજાજી આહોરણ માટે ૪ હજાર પદયાત્રીકો

ગુજરાતના ભરવાડ (ચીરોલીયા) પરિવારનો અનોખો શ્રમ યજ્ઞ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. રપ :.. સમગ્ર ગુજરાતભરના ભરવાડ ભકતો ફુલડોલ ઉત્‍સવમાં ભાગ લેવા પદયાત્રા કરીને  આવતા હોય છે પરંતુ ચૈત્ર માસના ભર ઉનાળાના બાફ સાથે ના અંગ  ઝરતા તાપમાં સમગ્ર ગુજરાતભરમાં થતી ભરવાડ સમાજનો (ચીરોલીયા) પરિવારનો ચાર હજાર યાત્રીકોનો સંઘ ગઇકાલે સાંજે દ્વારકા પદયાત્રા સંઘ ગઇકાલે સાંજે દ્વારકા પદયાત્રા કરીને દ્વારકા આવી પહોંચ્‍યો છે. જેમના દ્વારા તા. ર૬ મીના સવારના મંગળાની પ્રથમ ધ્‍વજીનું આહોરણા કરી આ પરિવાર મંગળ પ્રસંગેનો અનેરો લાભ લેશે.

દ્વારકાધીશજીના ધામમાં સમ્‍યાસરે ભાવ ભકિત અને શ્રધ્‍ધા સાથેના શ્રમ યજ્ઞનો અવિરત પ્રવાહ વધતો જાય છે.

તાજેતરમાં જ ગોધરા ખાતેથી વાલા બાપાના વયો વૃધ્‍ધ ઊંધા પગે પદયાત્રા કરીને દ્વારકાધીશજીના ચરણમાં મસ્‍તક નમાવવા આવી પહોંચા હતા ત્‍યારે એમ કહી શકાય તે ભર ઉનાળે વરસાદ વરસ્‍યો હોય તેમ ભરવાડ સમાજનો એક સાથે ચાર હજાર યાત્રીકો દ્વારકા આવતા છે તે સાબીત કરે છે કે ભગવાન દ્વારકાધીશજીની ભકિત માટે હવે હિન્‍દુ ધર્મના લોકોની શ્રધ્‍ધામાં ખુબ જ ભાવ સાથે વધારો થયો છે.

દ્વારકા આવી પહોંચેલા ભરવાડ સમાજના ચીરોલીયા પરિવારના આયોજક એ જણાવ્‍યું હતું કે ભગવાન દ્વારકાધીશ અમારા ઇષ્‍ટ દેવ છે. અને તેમાં અમોને અતૂટ શ્રધ્‍ધા છે. અમો એ ચીરોલીયા પરિવારે અગાઉ ર૦ર૧ ના વર્ષમાં ધ્‍વજાજીનું આહોરણ કર્યુ હતું. બાદમાં હાલ અમોને ગુગળી સમાજે વિનંતી થી અમોને ધ્‍વજાજીની ફાળવણી કરતા ફરીથી અમો હર્ષ આનંદની હેલ્લી  સાથે પદ યાત્રાના શ્રમ સાથે દ્વારકા આવ્‍યા છીએ આ પદયાત્રા સંઘમાં ૮૦ વર્ષના વૃધ્‍ધ મહિલા અને પુરૂષો સાથે ૧૦ વર્ષના બાળકો થી લઇને યુવા મહિલા - પુરૂષ વર્ગ પણ જોડાયો છે. (તસ્‍વીર : દિપેશ સામાણી -દ્વારકા)

(12:34 pm IST)