Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

પાણશીણા પાસે રર૩ કિલો પોષડોડવાનો મોટો જથ્‍થો કબ્‍જેઃ ટ્રક સાથે બેની ધરપકડ

વઢવાણ, તા., રપઃ લીંબડી પાણસીણા રોડ કટારીયા ગામના પાટીયા પાસે રાજ ખોડલ હોટલ સામે આરોપી (૧) અસ્‍ફાકભાઇ હુશેનભાઇ સન ઓફ સીરાજ હુશેન ગુલામ રસુલ મન્‍સુરી ઉ.વ.પ૧ રહે. સેકટર ૧૪ સીએ સર્કલ જયોતીનગર ઉદયપુર (રાજસ્‍થાન) તથા આરોપી (ર) મોહમદ ઇમરાન સન ઓફ ફિરોજખાન નશીરખાન મન્‍સુરી ઉ.વ.ર૮ ધંધો કલીનર રહે. ખાનજી ગીર કોલોની ર૭૬ મકાન નંબર ઉદયપુર (રાજસ્‍થાન) વાળા પોતાના કબ્‍જાની ટ્રક નંબર આરજે ર૭ જીડી ૪ર૩૪માં ગેરકાયદેસર રીતે પોષડોડવાનો જથ્‍થો વજન રર૩ કિલો ૩૬૦ ગ્રામ કિ. રૂા. ૬,૭૦,૦૮૦ તથા મોબાઇલ નંગ-ર જેની કિંમત  રૂા. ૪૦,પ૦૦તથા ટ્રક કિ. ર૦,૦૦,૦૦૦ રોકડા રૂા. ૭૦,૦૦૦ કુલ મુદામાલ કિ. રૂા. ર૭,૮૦,પ૮૦નો મુદામાલ પકડી પાડી પાણશીણા પો.સ્‍ટે. એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુન્‍હો રજીસ્‍ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ આ ગુન્‍હામાં આરોપીએ પોતાના ટ્રકની નંબર પ્‍લેટ બનાવટી લગાવેલ હતી.

આ કામગીરી  (૧) પો.ઇન્‍સ. એ.એમ.જાડેજા (ર) પો.સબ ઇન્‍સ. એમ.બી.પઢીયાર (૩) એએસઆઇ ઘનશ્‍યામભાઇ મસીયાવા (૪) એએસઆઇ મગનભાઇ આલાભાઇ (પ) ડાયાભાઇ મોઘરીયા (૬) એએસઆઇ રવિભાઇ અલગોતર (૭) પો. હે.કોન્‍સ. જયરાજસિંહ ઝાલા (૮) ડ્રા. હે.કો. વિક્રમભાઇ બાવળીયા (૯) ડ્રા.પો.કોન્‍સ. બલભદ્રસિંહ રાણાએ કરી હતી.

(12:35 pm IST)