Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

તાલાલાગીરમાં પૂ. સોબરનદાસજીબાપુની પુણ્‍યતિથિ નિમિતે ભાગવત કથાનો પ્રારંભ

વાંકાનેર,તા. ૨૫ : તાલાલાગીરમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્‍થળ શ્રી બ્રમેશ્વર મહાદેવ મંદિર, મોટા હનુમાન - શ્રી ઉદાસીન આશ્રમના બ્રહ્મલિન મહંત પ, પૂજય સદગુરૂદેવશ્રી સોંબરનદાસબાપુની આજે છઠ્ઠી પુણ્‍યતિથિ નિમિત્તે શ્રી ઉદાસીન આશ્રમ ખાતે સવારે પુ, સદગુરૂદેવશ્રી સોબરનદાસજ઼ી મહારાજશ્રીનું વિશેષ પૂજન અર્ચન હાલના મહંત શ્રી ગણેશમુનિ તથા હરીહર ગ્રુપના ભાવિકોએ ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે કરેલ હતુ પુણ્‍યતિથિની પૂર્વ સંધ્‍યાએ ગઈકાલે રાત્રે સંતવાણી, ભંજનનો કાર્યક્રમ યોજાયેલ હતો તેમજ આજે બપોરે ૧૨ વાગ્‍યે ભંડારો (મહાપ્રસાદ) યોજાયેલ જેમાં વિશાળ સંખ્‍યામા ભાવિકોએ મહાપ્રસાદ લીધેલ હતો તેમજ પુ, ગુરૂદેવશ્રીની પુણ્‍યતિથિ નિમિતે દરરોજ રાત્રીના ૮ થી ૧૧:૩૦ ભાગવત કથા ચાલી રહેલ છે જેમાં વક્‍તા : દ્વારકાના શ્રી મેહુલભાઈ જોષી અનેરા સંગીતની શેલી સાથે ભાગવત કથાનું રસપાન કરાવી રહયા છે જે કથામાં તા, ૨૫ મીના શનિવારના રોજ આજે વામન જન્‍મ, રામ જન્‍મ, શ્રી કૃષ્‍ણ જન્‍મોત્‍સવ (નંદ મહોત્‍સવ) અતિ આનંદ અને ઉત્‍સાહ પૂર્વક ઉજવાશે,, અત્રે એ ઉલ્લેખનીય છે કે તાલાલામા શ્રી ઉદાસીન આશ્રમ ખાતે પુ સંતશ્રી સોબરનદાસજી મહારાજે આ પાવન તપોભૂમિમા (સફટીંગ લીગ)ની મહાદેવજ઼ીની પ્રાણ પ્રતિષ્ઠા શ્રી બ્રમેશ્વર મહાદેવ મંદિરમા કરેલ છે તેમજ આ જગ્‍યામા મોટા હનુમાન, ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂશ્રી ચદ્રં ભગવાન, આઇશ્રી ખોડિયાર માતાજી, શ્રી શીતળા માતાજી, શનિદેવ વગેરે દેવીદેવતાઓની સ્‍થાપના પૂજય ગુરૂદેવશ્રીએ કરેલ છે તેમજ પુ સોબરનદાસબાપુએ એવમ વિશ્વ કલ્‍યાણ અર્થે આ તપોભૂમીમા આખો શ્રાવણમાસ અંખડ (ૐ નમઃ શિવાય)ની ધૂન શરૂ કરાવેલ છે.

 જે છેલ્લા ૩૪ વર્ષથી શ્રાવણ મહિનામા ૨૪ કલાક ધૂન ચાલુ રહે છે પુ સદગુરૂશ્રી સોબરનદાસબાપુએ અનેક સેવાના ભગીરથ કાર્યો પોતાની હયાતીમાં કરેલા હતા તેવો કોઈપણ ભક્‍ત દર્શનાથેં આવે તેમને હરીહર' કહેતા હતા તેવોને પ્રાતઃ સ્‍મરણીય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજ઼ી, સંતશ્રી મૌનીબાબા તેમજ જોડિયા રામવાડીના બ્રહ્મલિન મહંત શ્રી ભોલેદાસજીબાપુ સાથે અપાર સ્‍નેહભાવ હતો આ જગ્‍યામા પુ બાપુની ઉપસ્‍થિતિમા અનેક ધાર્મિક કાર્યક્રમો થયેલા છે આજે પણ શ્રી ઉદાસીન આશ્રમમા પ.પુ. સદગુરૂશ્રી સોબરનદાસબાપુનું ભવ્‍ય મંદિર આવેલ છે જેમાં પુ ગુરૂદેવશ્રીની મૂર્તિ બિરાજમાન છે જયાં દર પૂનમના દીપમાળા, પ્રસાદના કાર્યક્રમ સાંજે થાય છે સ્‍થળ દેહે ભલે પુ સોબરનદાસજ઼ી મહારાજ વિધમાન નો હોય પરંતુ તેમના સેવકોમા ભક્‍તોમા આજેય અમર જ છે સૌ ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવી રહયા છે પુ સદગુરૂદેવશ્રી સોબરનદાસજી મહારાજશ્રીની આજે ( છઠ્ઠી પુણ્‍યતિથિ ) નિમિતે પૂજય ગુરૂદેવશ્રી'ના ચરણોમાં હરીહર ગ્રુપના કોટી કોટી વંદન.

(12:03 pm IST)