Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

કનેસરા ગામે વનવિભાગ દ્વારા બે સાપનું સફળતા રેસ્‍કયુ

આટકોટ : જસદણના કનેસરા ગામે બસસ્‍ટેન્‍ડમા કોબ્રા સાપ જોવા મળ્‍યો હતો. તેની જાણ વનકર્મી રમેશભાઈ કુકડીયાને થતા તાત્‍કાલિક સ્‍થળ પર આવી સફળતાપૂર્વક રેસ્‍ક્‍યુ કરવામા આવ્‍યુ હતુ. જેથી લોકોને રાહત થઈ હતી. તેમજ તે જ દિવસે લખાવાડ ગામે દુર્લભ ગણાતા રૂપસુંદરી સાપ નીકળતા તેનુ પણ રેસ્‍કયુ કરી બંને સાપને સલામત સ્‍થળે રિલીઝ પણ કરવામા આવ્‍યા હતા. રમેશભાઈ કુકડિયા જયારે પણ આજુબાજુ સાપ નીકળે ત્‍યારે રેસ્‍ક્‍યુ કરી અવિરત સેવા કરતા રહે છે. (તસ્‍વીરઃ કરશન બામટા)

(11:59 am IST)