Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ગોંડલના રાજવી જ્‍યોતેન્‍દ્રસિહજીના આત્‍મ મોક્ષાર્થે રાજવી પરંપરાથી ભાગવત સપ્તાહ

રાજવી પરિવાર દ્વારા પુણ્‍ય લોક સ્‍વર્ગસ્‍થ મહારાજા : પ્રાચીન શૈલીથી રાષ્‍ટ્રીય એવોર્ડ વિજેતા ગોલ્‍ડ મેડાલીસ્‍ટ ભાગવતાચાર્ય ડો.અનંતપ્રસાદજી દ્વારા કથાનું થશે વાંચન : નગરજનોમાં અનેરો ઉત્‍સાહ : દરબારગઢમાં ભવ્‍ય અને જાજરમાન ડોમ ઉભા કરાયા : તા.૨૭ ને સોમવાર થી તા.૩ એપ્રિલ સુધી આયોજન : ગોંડલ મહારાજા હિમાંશુસિંહજી તથા રાજમાતા કુમુદકુમારીબા દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ : રાજવી પરિવારનાં પ્રતિનિધિ રાજેન્‍દ્રસિંહ જાડેજાએ માહિતી આપી

જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૫ : ગોંડલના સ્‍વર્ગસ્‍થ રાજવી જ્‍યોતેન્‍દ્રસિહજી ના આત્‍મમોક્ષાર્થે રાજવી પરિવાર દ્વારા તા.૨૭ સોમવાર થી તા.૩ સોમવાર દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્‍ય આયોજન કરાયુ છે. દરબારગઢમાં યોજાનારી ભાગવત સપ્તાહનુ વાંચન રાષ્‍ટ્રીય એવોર્ડ વિજેતા ભાગવતાચાર્ય ડો.અનંતપ્રસાદજી દ્વારા કરાશે.ભાગવત કથાને લઈને દરબારગઢમાં ભવ્‍ય અને જાજરમાન ડોમ ઉભા કરાયા છે.

નગર શ્રેષ્ઠીઓ, વિવિધ જ્ઞાતિ મંડળો અને શહેર ની સામાજિક સેવાકીય સંસ્‍થાઓ પણ આયોજન મા સહભાગી બની છે.

ગોંડલ મહારાજા હિમાંશુસિંહજી તથા રાજમાતા કુમુદકુમારીબા દ્વારા આયોજીત ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અંગે રાજવી પરિવાર નાં પ્રતિનિધિ રાજેન્‍દ્રસિંહ જાડેજાએ જણાવ્‍યુ કે રાજાશાહી સમય માં કોઈપણ ધાર્મિક કાર્યક્રમ દરબારગઢ માંજ યોજાતા હતા. એ પરંપરાને અનુલક્ષી ભાગવત સપ્તાહનું આયોજન દરબારગઢમાં કરાયુ છે. કથાના વાંચન માટે જેમણે કાશી બનારસમાં વેદાંતાચાર્યની પદવી પ્રાપ્ત કરી છે.અને જેઓ ગોલ્‍ડમેડાલીસ્‍ટ છે.તેવા ડો.અનંતપ્રસાદજીને પસંદ કરાયા છે તેનુ મહત્‍વ એ છેકે તેઓના પુર્વજો ને મહારાજા સર ભગવતસિહજી એ ભાગવત પોથી અર્પણ કરી હતી. આ સપ્તાહ મા કોઈ નળત્‍ય કે સંગીત શૈલીને સ્‍થાન નથી અપાયુ.  જે રીતે રાજા પરિક્ષીતને વ્‍યાસજીએ કથા સંભળાવી હતી તે  રીતે પ્રાચિન પરંપરા મુજબ કથાનુ વાંચન કરાશે. પોથીયાત્રા ઉદ્યોગભારતી ચોક માં આવેલી નવનીતપ્રીયાજીની હવેલી એથી પ્રસ્‍થાન થશે. આ હવેલીનું નિર્માણ રાજવીકાળમાં રાજવી પરિવાર દવારા કરાયુ હતુ.પોથીયાત્રા હવેલીએથી પ્રસ્‍થાન થઈ જેલચોક, ગુંદાળા દરવાજા,કડીયા લાઇન થઈ વેરીદરવાજ  મોટીબજાર થઈ દરબારગઢ પંહોચશે.

પોથીયાત્રાનાં લંબાયેલા રુટ અંગે રાજેન્‍દ્રસિંહ જાડેજાએ જણાવ્‍યુ કે  વેરી દરવાજો જુના ગોંડલ નુ મુખ્‍ય દ્વાર છે.રાજા જ્‍યારે પોથી સાથે નીકળે ત્‍યારે મુખ્‍ય દ્વારથી નિકળવુ પડે. રાજવી ધરાનાની આ પરંપરાને કારણે રુટ ગોઠવાયો છે. પોથીયાત્રા શાહીરીતે નિકળશે.જેમા રાજપુત સમાજ, બળમ્‍હસમાજ, વણીકસમાજ સહિત તેમના પરંપરાગત પહેરવેશ સાથે જોડાશે. મહારાજા સર ભગવતસિહજી જે બગી નો ઉપયોગ કરતા હતા તે બગી મા પોથી પધરાવી ગોંડલ રાજવી હિમાંશુસિહજી જોડાશે. વધુમાં બેન્‍ડવાજા, ભજન કિર્તન મંડળીઓ અને નગરજનો પોથીયાત્રા માં સામેલ થશે.

ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમ્‍યાન તા.૩૦ ગુરુવારના સાંજે ૬:૩૦ કલાકે શ્રીનળસિહ જન્‍મ,તા.૩૧ શુક્રવારના બપોરે ૧૨:૩૦ કલાકે શ્રીવામન જન્‍મ તથા સાંજે ૬:૩૦ કલાકે શ્રીરામ જન્‍મ, તા.૧ શનીવારના બપોરે ૧૨:૩૦ કલાકે શ્રીકળષ્‍ણ જન્‍મ નંદોત્‍સવ, તા.૩ સોમવાર સાંજે ૬:૩૦ કલાકે પૂર્ણાહુતિ તથા તા.૪ મંગળવારના સવારે દશાંશ હવનનું માંગલિક ભાગવત આયોજન કરાયુ છે.કથા શ્રવણ સમય સવારે ૧૦:૩૦ થી ૧ તથા બપોરે ૪ થી ૭નો છે. કથા શ્રવણનો લાભ લેવા નગરજનોને રાજવી પરિવાર દ્વારા આમંત્રણ અપાયુ છે.

(11:54 am IST)