Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ચંદ્રકાંતબક્ષીને જસદણના પત્રકાર દ્વારા શબ્‍દાંજલી

જસદણ, તા., ૨૫: ગુજરાતી ભાષાના શિરમોર લેખક ચંદ્રકાંત બક્ષીની આજે શનિવારે ૧૭ મી પુણ્‍યતીથી છે.

આ અવસરે જસદણના પત્રકાર હુસામુદીન કપાસીએ બક્ષીજીને શબ્‍દાંજલી અર્પણ કરી જણાવ્‍યું હતું કે નવલકથા, વાર્તા, નવલીકા, નાટક, આત્‍મકથા, ઇતિહાસ, નિબંધ અને જ્ઞાન વિજ્ઞાનના અનેક પુસ્‍તકોનું યોગદાન  આપનારા ચંદ્રકાંત બક્ષીને આવનારી પેઢીઓને પણ યાદ રહેશે. તેમણે કરેલ લેખન કાર્ય આજીવન ભુલાશે નહી અને ભુસાશે નહી !.

(1:24 pm IST)