Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

જસદણ તાલુકાના ભંડારીયા ગામેથી મળેલ મનોદિવ્‍યાંગનો વાલી સાથે ભાડલા પોલીસે મિલાપ કરાવ્‍યો

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૨૫: જસદણ તાલુકાના ભાડલા પોલીસ સ્‍ટેશનની ટીમે ગુમ થયેલ મનો દિવ્‍યાંગ કિશોરનો તેના વાલી સાથે મિલાપ કરીને પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું ઉદાહરણ પૂરું પાડ્‍યું હતું.

રાજકોટ ગ્રામ્‍ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલા, ગોંડલ વિભાગની સુચના તથા માર્ગદર્શન હેઠળ પો.સ્‍ટે.મા મહીલા અને બાળકોને તુરંત મદદ મળી રહે તે પ્રમાણે કામગીરી કરવા જણાવવામા આવેલ હોય, જે અનુસંધાને ભાડલા પો.સ્‍ટે. વિસ્‍તારના ભંડારીયા ગામે એક મંદબુધ્‍ધિનુ બાળકિશોર મળી આવેલ હોય, જેથી ભાડલા પો.સ્‍ટે. ની ટીમ દ્વારા સદરહુ મંદબુધ્‍ધિ બાળકિશોરના વાલી વારસ અંગેની સઘન શોધ ખોળ તથા તપાસ કરતા રાજકોટ શહેરના ત્રંબા ગામના પિયુષભાઇ શંભુભાઇ રૈયાણીની વાડીએ ત્રણ વર્ષથી મજુરીકામ કરતા રમેશભાઇ કાળુભાઇ ચૌહાણ, મુળ રહે. કુશલપુરા તા.રાણાપુર જી. ઝાંબુઆ, મધ્‍યપ્રદેશ વાળાનો દીકરો દયેશ (ઉ.વ.૧૫) તા.૨૨/૦૩/૨૦૨૩ ના રોજ તેઓ વાડીએ મજુરીકામ કરતા ત્‍યાંથી કયાંક જતો રહેલ હોય, અને આજુબાજુમા તપાસ કરતા મળી આવેલ ન હોય, જે અંગેની માહીતી મળતા ભાડલા પો.સ્‍ટે. ના સ્‍ટાફ દ્વારા મંદબુધ્‍ધિ બાળકિશોર દયેશ (ઉ.વ.૧૫) વાળાને ત્રંબા ગામની સીમ તા.જી. રાજકોટ ખાતે રહેતા તેના માતા-પિતા સાથે મિલાપ કરાવી આપેલ છે. ભાડલા પોલીસ સ્‍ટેશનનાં પીએસઆઈ આર.એસ. સાંકળીયા, કિરણબેન મગનભાઇ, મહીલા પો.હેડ કોન્‍સ., હેડ કોન્‍સ્‍ટેબલ સુનિલકુમાર વશરામભાઇ, કોન્‍સ્‍ટેબલ વિજયભાઇ વલ્લભભાઇ, વત્‍સલાબેન જયંતિભાઇ, મહીલા લોકરક્ષક સહિતની ટીમે પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને સાર્થક કરતી કામગીરી કરી હતી.

 

(10:45 am IST)