Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

માળીયાહાટીના પોલીસ સ્‍ટેશનમાં શાંતિ સમિતિની બેઠક મળી

માળીયાહાટીના :  હિન્‍દુ  મુસ્‍લિમ સમાજ બન્નેના ધાર્મિક  તહેવારોને અનુલક્ષીને ભાઈચારાની લાગણીથી ઉજવાય તે માટે માળીયાહાટીના ના પી.એસ.આઇ ચાવડા સાહેબે પોલીસ  સ્‍ટેશન ખાતે હિન્‍દુ મુસ્‍લિમ સમાજના આગેવાનોની શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પીએસઆઈ ચાવડા બંને તહેવારો બંને સમાજના સહકારથી એક બીજા ભેગા હળીમળીને  હિન્‍દુ અને મુસ્‍લિમ સમાજે એકબીજાના સાથ સહકારથી  તહેવારો ઉજવવા અનુરોધ કર્યો હતો. આ મિટિંગમાં  હમિરસિહ સિસોદિયા, ભરતસિંહ ભલગરિયા, રાજુભાઈ દેસાઈ, અમિનભાઈ પઠાણ, દિનેશભાઈ રૂઘાની, સુરેશભાઈ ફુલેત્રા,  આર કે પાલામુખી, શાહબુદ્દીન ભાઈ રમજાનિસા બાપુ,  બાબુભાઈ ખીશી,  ઇમરાન નકવી સહિતના હિન્‍દી મુસ્‍લિમ સમાજ આગેવાનોએ હાજરી આપી હતી.(તસ્‍વીર-અહેવાલ : મહેશ કાનાબાર માળિયા હાટિના)

(10:27 am IST)