Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

જસદણ-આટકોટ ફોરલેન રોડની વચ્‍ચે અચાનક ભૂવો પડ્‍યો

(નરેશ ચોહલીયા દ્વારા)જસદણ તા. ૨૫ : કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા જસદણ-આટકોટ ફોરલેન રોડમાં કમોસમી પડેલા વરસાદના લીધે શહેરની આટકોટ રોડ પરની સોલીટેર સોસાયટી નજીક રોડની વચ્‍ચે જ એક મસમોટો ભૂવો પડી ગયો હતો. પરંતુ આ ભૂવો ન તંત્રને દેખાયો કે ન કોન્‍ટ્રાક્‍ટરને દેખાયો.પરંતુ આ રોડ પરથી પસાર થતા એક જાગળત વ્‍યક્‍તિએ ગંભીર અકસ્‍માત ન સર્જાય તે માટે ઝાડની ડાળીઓ અને ભૂવા ફરતે પથ્‍થરો ગોઠવી આ રોડ પરથી પસાર થતા વાહનચાલકોને સાવધાન કર્યા હતા. જેથી જસદણ-આટકોટ ફોરલેન રોડમાં ઘોર બેદરકારી દાખવનાર અને રોડમાં હલકી ગુણવત્તાયુક્‍ત કામગીરી કરનાર કોન્‍ટ્રાક્‍ટર સામે જે તે જવાબદાર અધિકારીઓ દ્વારા શિક્ષાત્‍મક પગલા લઈ તાકીદે આ ભૂવાને નિયમાનુસાર બુરવાની કામગીરી કરવામાં આવે તેવી આ રોડ પરથી પસાર થતા દરેક વાહનચાલકોની માંગ ઉઠવા પામી છે.

(10:26 am IST)