Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

જસદણની શિવમ વિદ્યાલયના વિદ્યાર્થીઓ તાલુકા પુસ્‍તકાલય (લાઈબ્રેરી)ની મુલાકાતે

જસદણ : શ્રી શિવમ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જસદણની તાલુકા પુસ્‍તકાલય(લાઈબ્રેરી) ની મુલાકાત લીધી હતી. જેમાં વિદ્યાર્થીઓએ પુસ્‍તકાલય બાબતે માહિતી મેળવી પુસ્‍તકાલયમાં કેવી રીતે ખાતું ખોલાવવું અને પુસ્‍તકની આપ લે કઈ રીતે કરવી તેમજ કુલ કેટલા પુસ્‍તકો આવેલા છે તથા વાંચનનો સમય અને શિસ્‍ત જાળવવા બાબતે સમજ મેળવી હતી. જસદણની લાઈબ્રેરીમાં ઉપસ્‍થિત મહેશભાઈએ ઉપસ્‍થિત બાળકોને માહિતી આપી હતી અને દરેક વિદ્યાર્થીઓને પુસ્‍તકાલયમાં ખાતું ખોલાવવા માટે પ્રેરિત કર્યા હતા. આ તકે શાળાના શિક્ષક સુરેશભાઈ કાલીયા, રાજેશભાઈ, શિક્ષિકા ભારતીબેન, ધળતિબેન, શીતલબેન, ભગવતીબેન, મિતલબેન વગેરે શિક્ષકોએ વિદ્યાર્થીઓને લાઈબ્રેરીની મુલાકાત લેવા બાબતે -ેરિત કર્યા હતા અને લાઈબ્રેરી વિશે વિશેષ સમજ આપી હતી. આમ વાંચે ગુજરાતના સૂત્રને આગળ વધારવા વિદ્યાર્થીઓએ જસદણની લાઈબ્રેરીની મુલાકાત લઈને વધુમાં વધુ વાંચન થાય તેવો સંકલ્‍પ લીધો હતો. આ તબક્કે શાળાના સંચાલક હિતેશભાઈ રામાણીએ દરેક વિદ્યાર્થીઓને અને શિક્ષકોને આ સુંદર આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.(તસ્‍વીર-અહેવાલ : નરેશ ચોહલીયા જસદણ)

(10:25 am IST)