Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ધ્રાંગધ્રા ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિનની ઉજવણી

વઢવાણ : સુરેન્‍દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહીદ દિન નિમિત્તે દેશ માટે પોતાના પ્રાણ ન્‍યોછાવર કરનાર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુજી ને પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવી તેમાં ગુજરાત રાજ્‍ય પૂર્વ કેબિનેટ મંત્રી આઇ કે જાડેજા  સુ.નગર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દર્શનાબેન પુજારા ધાંગધ્રા શહેર સંગઠનના પ્રમુખ કિરીટસિંહ જાડેજા મહામંત્રી સંજયભાઈ ગોવાણી, મહેશભાઈ ટાંક ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કલ્‍પનાબેન રાવલ કારોબારી ચેરમેન ગાયત્રીબા રાણા ધાંગધ્રા નગરપાલિકા શાસક પક્ષના નેતા કુલદીપસિંહ ઝાલા, ધાંગધ્રા નગરપાલિકા સુધરાઈ સભ્‍યો ધાંગધ્રા શહેર ભાજપના દરેક હોદ્દેદારો સહિત મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : કૌશલ સવજાણી વઢવાણ)

(10:23 am IST)