Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ગીર સોમનાથ જિલ્લા પંચાયતનું વર્ષ ૨૦૨૩-૨૪નું ૧૨.૩૭ કરોડનું પુરાંતવાળુ અંદાજપત્ર રજુ

 

(દેવાભાઇ રાઠોડ દ્વારા)પ્રભાસ પાટણ તા. ૨૫ : જિલ્લા પંચાયત ગીર સોમનાથ હેઠળ આવતા વિસ્‍તારોનો સર્વાંગી વિકાસ તેમજ ગ્રામ્‍ય પ્રજાની સેવા ઉપયોગી થવાના આશયથી તથા ગ્રામ્‍ય પ્રજા ઉપર કોઈ પણ જાતના કરવેરા નાખ્‍યા સિવાય આપણી જિલ્લા પંચાયત પાસે સ્‍વભંડોળની આવક સિમિત હોવા છતા આ પુરાંતલક્ષી અંદાજ પત્ર રજૂ કરૂ છું.

સને ૨૦૨૩-૨૪ના વર્ષની સ્‍વભંડોળની અંદાજીત ખુલતી સિલકરૂા.૭૨૦.૨૨ લાખ તથા અંદાજીત આવક રૂા.૩૧૭.૫૧ લાખ મળી એકંદર કુલ રૂ.૧૨૩૭.૭૩ લાખની સામે રૂ.૧૦૫૭.૧૮ લાખના ખર્ચની જોગવાઇઓ કરી વર્ષના અંતે રૂ.૧૮૦.૫૫ લાખની પુરાંત રહેશે.

 સને ૨૦૨૩-૨૪ના વર્ષના સ્‍વભંડોળ વિભાગમાં સ્‍વભંડોળની રકમ સિમિત હોવા છતા જિલ્લા પંચાયતના ચુટાયેલા સદસ્‍યશ્રીઓને તેમના વિસ્‍તારમાં વિકાસના કામો માટેની જોગવાઈ રૂા.૧૫૦.૦૦ લાખની કરવામા આવેલ છે. તેમજ પંચાયત અને વિકાસ ક્ષેત્રે રૂા.૧૮૦.૧૦ લાખ, પ્રાથમીક શિક્ષણ ક્ષેત્રે રૂા.૪૮૧.૫૦ લાખ, આરોગ્‍ય ક્ષેત્રે રૂ.૩.૦૦ લાખ, ખેતીવાડી ક્ષેત્રે રૂા.૧.૦૦ લાખ, પશુપાલન ક્ષેત્ર રૂ.૬.૦૦ લાખ, સમાજ કલ્‍યાણ ક્ષેત્રે રૂ.૨૦.૦૦ લાખ, બાંધકામ ક્ષેત્રે રૂ. ૭૦.૫૦ લાખ નાની સિંચાઇ ક્ષેત્રે રૂા. ૨૭.૦૦ લાખ, મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રે રૂ. ૧૮.૫૦.લાખ ની જોગવાઇ કરવામાં આવેલ છે.

જિલ્લા પંચાયતના સ્‍વભંડોળની મર્યાદિત આવકને લક્ષમાં રાખી વિકાસને લગતી બાબતો ધ્‍યાને લઈ વહિવટી ખર્ચમાં કરકસર કરીને આ વિકાસલક્ષી પુરાંતલક્ષી અંદાજપત્ર રજુ કરવામાં આવેલ છે.

(10:20 am IST)