Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ભાવનગર તળાજાના નાનીમાંડવાળીના ખેડૂતો દ્વારા સહાય માટે આવેદનપત્ર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૫ : હોળી પર્વ થી તળાજા પંથકમાં માવઠાનો પ્રારંભ થયો જેણે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું ખેતરમાં ઊભેલી મૌલાત ને નુકશાન થતા.માવઠાને લઈ ખેડૂતોની માઠી બેઠી છે. આથી સરકાર ખેડૂતોના નુકશાનનો સર્વે કરી વળતર ચૂકવવામા આવે તેવી માંગ કરતું આવેદન પત્ર નાની માંડવાળીના ખેડૂતોએ આપ્‍યું છે.

ચણા ઘઉં ડુંગળી અને ડુંગળીના રોપને ભારે નુકશાન થયું છે.આથી નાની માંડવાળી અને આસપાસના ગામડાઓનો સર્વે કરાવી વળતર આપે.

ઉપરાંત સરકાર દ્વારા ડુંગળી પકવતા ખેડૂતોને એક કિલો ડુંગળીના બે રૂપિયા સહાયની જાહેરાત કરી છે. તેમાં તા.૧૪-૨ થી ૬-૩ સુધીમાં સહાય મળવા પાત્ર છે જેને લઇ બાકીના ખેડૂતો અન્‍યાયની લાગણી અનુભવે છે.આથી ૧-૧ થી ૩૦-૪ સુધી વેચાણ થાય ત્‍યાં સુધી સહાયનો લાભ આપવા ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે.

(10:19 am IST)