Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ભાવનગરની અંધ ઉદ્યોગ શાળામાં ગ્રાફોલોજી વિષય ઉપર વ્‍યાખ્‍યાન યોજાયું

  ભાવનગર : સુપ્રસિદ્ધ ગ્રાફોલોજિસ્‍ટ જેને વિશ્વની પ્રથમ મહિલાનો ખિતાબ મળ્‍યો છે. તેવા ભાવનગર ના ડો. કૌશલ્‍યાબેન દેસાઈ જેણે અનેકવાર ગ્રાફોલોજીના ફ્રી સેમિનાર કર્યા છે. તેના દ્વારા અંધ ઉદ્યોગ શાળા ભાવનગરમાં ગ્રાફોલોજી વિષય પર લેક્‍ચર લેવામાં આવ્‍યું હતું અંધ ઉદ્યોગ શાળાના બાળકોને તથા શિક્ષકોને ગ્રાફોલોજીનું જ્ઞાન મળે તે માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાભુભાઈ ટી સોનાણી, પાઠક મહેશભાઈ, પંકજભાઈ પાઠક , હેમંતભાઈ ગાંધી, રાગીણીબેન ગાંધી, હર્ષકાંતભાઈ રાકશિયા, ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી ભાવનગર)

(10:16 am IST)