Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

સાવધાન મોરબી : આજે કોરોનાના નવા ૨૩ કેસ, એક્ટીવ કેસનો આંક ૬૧ થયો.

કોરોના કેસો વધતા તંત્ર એલર્ટ:દૈનિક ૧૧૦૦ લોકોના ટેસ્ટીંગ કરાશે: કોરોના ટેસ્ટ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ કામગીરી શરુ

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે કોરોના હાઈ જંપ મારી રહ્યો છે જેમાં આજે એક દિવસમાં નવા ૨૩ કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક ૬૧ પર પહોંચી ગયો છે

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૨૧ કેસ જેમાં ૧૩ ગ્રામ્ય અને ૦૮ શહેરી વિસ્તારમાં જયારે વાંકાનેરનો ૦૧ અને માળિયા તાલુકાનો ૦૧-૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૨૩ કેસ નોંધાયા છે સતત ત્રણ દિવસથી કોરોના કેસોમાં વધારો થતા એક્ટીવ કેસનો આંક ૬૧ પર પહોંચી ગયો છે માત્ર ત્રણ દિવસના સમયગાળામાં ૫૮ નવા કેસો નોંધાઈ ચુક્યા છે જેથી નાગરિકોને વધુ તકેદારી રાખવા આરોગ્ય તંત્રએ અપીલ કરી છે.

 

(12:43 am IST)