Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

મોરબીમાં રવિવારે નિશુલ્ક યોગ-ધ્યાન શિબિરનું આયોજન કરાયું.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આર્ટ ઓફ લીવીંગ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે મોરબી ખાતે સરસ્વતી શિશુમંદિર શનાળા ખાતે રવિવારે નિશુલ્ક યોગ-ધ્યાન શિબિર યોજાશે

મોરબી :  ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આર્ટ ઓફ લિવિંગ ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓ અને ૮ મહાનગરપાલિકા ખાતે એક જ સમયે “હર ઘર ધ્યાન, ઘર ઘર યોગ” કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય નિ:શુલ્ક યોગ શિબિર નું આયોજન કરવામાં આવેલ છે. જેનો ઉમદા હેતુ ગુજરાતના તમામ નાગરિકોના સ્વાસ્થ્ય, સુખાકારી, યોગ પ્રત્યે જાગૃતિ, તેમજ યોગ ના પ્રચાર પ્રસાર અંગેનો છે.

જે અંતર્ગત મોરબી ખાતે તા. ૨૬ ને રવિવારે સવારે ૬ થી ૮ કલાક દરમીયાન શ્રી સરસ્વતી શિશુમંદિર, શકત શનાળા મોરબી ખાતે નિશુલ્ક ધ્યાન-યોગ શિબિર યોજાશે જેમાં જોડાવવા માટે નીચે આપેલ લીંક પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે

રજીસ્ટ્રેશનની લીંકઃ https://forms.gle/aR7GEWdTheLQ5jFN6

વધુ માહિતી માટે વાલજી પી. ડાભી 95862 82527, (મોરબી જિલ્લા યોગ કોર્ડીનેટર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ) અને હાર્દિકભાઈ ભાલોડીયા (મોરબી ડિસટ્રિક ટીચર કોર્ડીનેટર, આર્ટ ઓફ લિવિંગ) 98252 15551 પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે

(12:41 am IST)