Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

વિશ્વ ક્ષય દિવસે વાંકાનેરના રાણેકપર પ્રાથમિક શાળામાં બાળકોએ ધુમ્રપાન ના કરવાના શપથ લીધા.

ગુટખા,તમાકુ, બીડી, સિગારેટના દૂષણથી દૂર રહે તે ઉમદા હેતુથી શાળાના પ્રાર્થના કાર્યક્રમમાં શપથ લેવડાવ્યા

મોરબી :  વાંકાનેરની રાણેકપર પ્રાથમિક શાળા વિવિધ દિવસોની ઉજવણી કરી બાળકોને હર હંમેશ કંઈક નવું શીખવા પ્રેરે છે. આજે 24 માર્ચ એટલે “વિશ્વ ક્ષય દિવસ” ની શાળામાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી


આજે વિશ્વ ક્ષય દિવસ નિમિતે બાળકોમાં શિક્ષણ સાથે વ્યસન પ્રત્યે જાગૃતિ વધે તેઓ આ ગુટખા,તમાકુ, બીડી, સિગારેટના દૂષણથી દૂર રહે તે ઉમદા હેતુથી શાળાના પ્રાર્થના કાર્યક્રમમાં શાળાના શિક્ષક કુબાવત નરેન્દ્રભાઈ દ્વારા બાળકોને વ્યસન નહીં કરે તેવા શપથ લેવડાવવામાં આવ્યા હતા અને બીજા લોકોને નહીં કરવા પણ પ્રેરણા આપશે તેવું સૂચન કર્યું હતું શાળાના શિક્ષકો અશ્વિનભાઈ, રણજીતભાઈ, શાળાના આચાર્ય અનિલભાઈ, અંજનાબેન દ્વારા બાળકોને પ્રેરણા આપવામાં આવી હતી.

   
(12:40 am IST)