Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

પોરબંદર પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત : 4 લોકોના કરૂણમોત : મૃતકો પોરબંદરના કીંદરખેડાના રહેવાશી

ખાનગી બસ પોરબંદરથી ખભાળિયા જતી હતી ત્યારે બપોરે દેગામ નજીક અકસ્માત :પોરબંદરથી સિટીના નવા એસ.પી નીલમ ગોસ્વામી તથા ઉદ્યોગનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો

પોરબંદર: શહેરના દેવગામ પાસે આજે બપોરે 3 વાગ્યાની આસપાસ ખાનગી બસ અને કર વચ્ચે અકસ્માત થતા પોરબંદરના કીંદરખેડા ગામના હરદાસભાઈ હમીરભાઇ  મોઢવાડીયા  તથા રામભાઈ વિરામભાઇ  ઓડેદરા  નામના બંને યુવાનોના મૃત્યુ થયેલ છે અકસ્માતમાં અન્ય 2 વ્યક્તિઓ કીંદરખેડાના રામભાઈ સવદાસ   અને હિતેશને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાયેલહતા જ્યાં સારવાર દરમિયાન બંનેના મૃત્યુ નિપજ્યા હતા  છે

ખાનગી બસ આજે બપોરે પોરબંદરથી ખંભાળિયા જતી હતી ત્યારે રસ્તામાં  કાર સાથે બસ ટકરાય જતા અકસ્માત થયો હતો અકસમાત સ્થળે પોરબંદર સીટી નવા એસપી નીલમ ગોસ્વામી અને ઉદ્યોગનગર પુલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયેલ હતો ..

(12:06 am IST)