Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

જામનગરની જિલ્લા જેલમાં સમગ્ર રાજ્યની સાથે મોડીરાત્રે સરપ્રાઈઝ ચેકિંગ

એસ.પી. પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી વરૂણ વસાવા, ગ્રામ્ય ડીવાયએસપી ડી.પી વાઘેલા ઉપરાંત સીટી એ,બી અને સી ડિવિઝન નો પોલીસ કાફલો તેમજ બોમ્બ અને ડોગ સ્કવોર્ડ પણ જિલ્લા જેલ ખાતે પહોંચ્યો

જામનગરની જિલ્લા જેલમાં સમગ્ર રાજ્યની સાથે મોડીરાત્રે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું હતું. શુક્રવારે રાત્રે 10:00 વાગ્યા આસપાસ એસ.પી. પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી વરૂણ વસાવા, ગ્રામ્ય ડીવાયએસપી ડી.પી વાઘેલા ઉપરાંત સીટી એ,બી અને સી ડિવિઝન નો પોલીસ કાફલો તેમજ બોમ્બ અને ડોગ સ્કવોર્ડ પણ જિલ્લા જેલ ખાતે પહોંચી હતી. અને અવારનવાર જેલમાં મોબાઇલ મળી આવવા સહિતના ભાષાઓને લઈને જીણવત ભરી તપાસ હાથ ધરી હતી. ( તસવીરો : કિંજલ કારસરીયા જામનગર)

 

(11:44 pm IST)