Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

મોરબીના જાંબુડીયા નજીક કારખાનામા પતરાની એંગલ ચડાવતી વખતે પડી જતા યુવકનું મોત.

મોરબીના જાંબુડીયા ખાતે કારખાનામા પતરાની એંગલ ચડાવતી વખતે ઉપરથી પડી જતા યુવકનું મોત નીપજયું હતું. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મૂળ બિહારનો વતની અને હાલ જાંબુડીયા નેશનળ હાઇવે રોડ પર આવેલ ઇપોઝ ટાઇલ્સ કારખાનામાં કામ કરતા ૨૨ વર્ષીય અમીતકુમાર ઉમેશસીંગ સીંધ તારીખ ૨૩ના રોજ સવારના નવેક વાગ્યાના અરસામા કારખાનામા પતરાની એંગલ ચડાવતા હતા. એ વખતે તે ઉપરથી પડી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું.જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:14 pm IST)