Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

અમરેલીમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં રંગોળી દોરાઇ

અમરેલીઃ પાલીકાની ચુંટણીના પડધમ વાગી ચુકયા છે.ત્યારે જય શ્રી રામ અનેવંદે માતરમના નારા સાથે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર પના ઉમેદવારો આસ્થાબેન ઝાલાવડીયા, ઉર્મિલાબેન સંજયભાઇ માલવિયા, હરેશભાઇ કાબરીયા, ચિરાગભા મનુભાઇ ચાવડાના સમર્થનમાં ઢોલ નગારા વગાડી ઠેર ઠેર રંગોળી દોરીને એક નવતર રીતે ડોર ટુ ડોર પ્રચાર કાર્ય આજરોજ ભોજલ પરા, કેરિયા રોડ પરની સોસાયટી વિસ્તારોમાં શરૂ કરવામાં આવેલ જેમાં તેના સમર્થનમાં વોર્ડ નંબર પ ના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. (તસ્વીરઃ અહેવાલ-અરવિંદ નિર્મળ-અમરેલી)

(1:04 pm IST)
  • કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે ખુશખબરી : કોરોના કાળમાં સરકારે મોંઘવારી ભથ્થું કાપ્યું હતું ત્યારે હવે જાન્યુઆરી 2021થી જૂન 2021 સુધીમાં ડીએમાં વધારો થવાની શકયતા છે :આગામી દિવસોમાં જ નવા વધારા સાથે પગાર મળશે access_time 1:26 am IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,886 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,46,432 થઇ :એક્ટિવ કેસ 1,48,691 થયા: વધુ 11,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,36,432 થયા :વધુ 141 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56, 742 થયા access_time 1:09 am IST

  • જામનગર જીલ્લાના ધ્રોલ અને પડધરી પંથકમાં તથા રાજકોટની ભાગોળે ઓનેસ્ટ સુધી સવારે ૯ વાગ્યા સુધી ભારે ધુમ્મસ અને ઝાકળ છવાયેલા રહ્ના હતા access_time 10:23 am IST