Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

ઉનાના વાજળી ગામના સુમો બાળકોનો ઇલાજ થતા વજન ઘટયુ પરંતુ ત્‍યારબાદ અચાનક વજન વધ્‍યુ : પરિવાર દ્વારા મદદ મંગાઇ

ઉના :અહીંના સુમો બાળકોનું સતત વજન વધતુ જતુ હતું. અને તેની સારાવર સૌ પ્રથમ અમદાવાદમાં કરાઇ હતી. અને ત્‍યારબાદ તે બાળકોને વધુ સારાવર અર્થે મુંબઇ ખસેડાયા હતા અને સારવાર પછી તેઓના વજન ઘટતા માતા-પિતાઅે રાહતનો શ્‍વાસ લીધો હતો પરંતુ લાંબુ ચાલ્‍યો ન હતુ અને આશ્‍યર્ચજનક રીતે બાદમાં વજનમાં વધારો જોવા મળ્યો હતો.

માતાની આંખમાંથી આંસુ સુકાઇ રહ્યા નથી. કારણકે તેમના લાડકવાયા સંતાનોને એવી બીમારીએ ભરડામાં લઇ લીધા છે કે તેની કોઇ સારવાર કારગત નીવડતી નથી. કમનસીબ સુમો બેબીની માતા છે. જેમના વજનમાં કોઇ ઘટાડો થઇ રહ્યો નથી અને તેમનો વજન સતત વધી રહ્યો છે. ઉના તાલુકાના વાજડી ગામના સુમો બેબી જેમની અમદાવાદ સિવિલમાં સારવાર કરાઇ. કોઇ ફરક પડ્યો તો મુંબઇની સૈફી હોસ્પિટલમાં પણ તેમને સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં આપેલા ડાયટ ચાર્ટ મુજબ તેમને ખોરાક અપાયો પરંતુ કોઇ ફરક પડયો.

ગુજરાત સરકારે સુમો બેબીની સારવારને માથે લીધી હતી. તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેને બાળકોની સારવારની જવાબદારી લીધી હતી. પરંતુ હવે બાળકની સારવારમાં કોઇ ધ્યાન નથી આપતું  તેના પિતાનું કહેવું છે.

માંડ માંડ ઉભા રહી શકતા ચાલવાનું તો દૂર થોડૂ આગળ જવા માટે જમીન પર ઢસડીયા ખાઇને આગળ વધતા સુમો બેબીમાં વજનમાં આશ્ચર્યજનક રીતે વધારો થઇ રહ્યો છે. જેમાં સૌથી મોટી યોગીતાનું વજન 60 કિલો છે. અમિષા 7 વર્ષની છે તેનું વજન 82 કિલો જ્યારે 4 વર્ષનો હર્ષ 25 કિલો વજન ધરાવે છે ત્યારે પરિવાર મદદ ની અેપક્ષા રાખી રહ્યો છે. .

(10:29 am IST)