Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

સોમનાથ દર્શને યાત્રીકોને સુવિધા અર્થે વાહન વ્યવસ્થા હેલ્પ ડેસ્ક

(મિનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા)  પ્રભાસપાટણ, તા., ર૪:  દેશના આઇકોન અને વિશ્વ પ્રસિધ્ધ ભારત બાર જયોર્તીલીંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ સોમનાથ આવતા દર્શનાર્થીઓ માટે ખાસ વિશેષ સુવિધાઓ ઉભી કરી રહી છે.

જેમાં સોમનાથ ટ્રસ્ટના અતીથી ગૃહોમાં ઉતરેલ યાત્રીકો રેલ્વે સ્ટેશન, બસ સ્ટોપ કે સોમનાથ મંદિર સુધી વાહનમાં જવા માંગતા હોય તો તે હેલ્પ ડેસ્કનો સંપર્ક સાધવાથી જસ્ટ કોલની જેમ કોલથી તુરત જ યાત્રીકને વાહન ઉપલબ્ધી નિયમ સાથે કરાવાશે.હાલમાં સોમનાથ ટ્રસ્ટ દરરોજ સવારે અમદાવાદથી આવતી વહેલી સવારે આવતી ટ્રેનમાં વેરાવળ સ્ટેશનેથી અને સાંજે છ વાગ્યે જબલપુર ટ્રેન સોમનાથ આવે ત્યારે સોમનાથ રેલ્વે સ્ટેશનથી વિનામુલ્યે સોમનાથ મંદિર સુધી બસ દરરોજ દોડાવે છે.સોમનાથ ટ્રસ્ટ ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરીના જણાવ્યા પ્રમાણે આ દિવાળીના તહેવારોમાં સોમનાથમાં ભારે ભીડ ઉમટી હોઇ તેને ધ્યાને રાખી ભવિષ્યના આયોજન માટે પણ નવેસરથી વિચારણા કરાઇ રહી છે અને આ માટે દેશના જાણીતા આર્કિટેકટ વિમલ પટેલ દ્વારા સોમનાથનો સમગ્ર વિકાસ નકશો તૈયાર કરાઇ રહયો છે.

(11:36 am IST)