Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

જસદણમા ભાદર નદીના પુલનુ રૂ. ર કરોડના ખર્ચે ખાતમુહુર્ત

આંબેડકરનગર લોહિયા નગર લાતી પ્લોટ અને ગોખલાણા રોડને જોડતા પુલનુ ખાતમુહુર્ત થતા લોકો રાજીના રેડ

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ તા.૨૪ : જસદણમાં જુના બસસ્ટેન્ડ નજીક આવેલ આંબેડકર નગર  લોહિયાનગર લાતી પ્લોટ ગોખલાણા રોડ ને જોડતા શહેરની   મધ્યમ માથી પસાર થતી ભાદર નદીના બ્રિજનું રૂ.૨ કરોડના ખર્ચે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહુત પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉંપાધ્યક્ષ  ડોક્ટર ભરતભાઈ કે બોદ્યરા તેમજ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાના વરદ હસ્તે કરવામાં આવ્યુહતુ જેમા રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનસુખભાઈ રામાણી જિલ્લા ભાજપના મંત્રી રમાબેન મકવાણા એ પણ હાજરી આપી હતી આ તકે ડો ભરતભાઇ બોદ્યરા એ જણાવ્યું હતું કે આંબેડકર નગર લાતીપ્લોટ તથા લોહીયા નગર ગોખલાણારોડ ને જોડતા ભાદર નદી પરનો પૂલ બનતા લાતી પ્લોટ તેમજ ગોખલાણા રોડ બાયપાસ રોડ સહિત વિસ્તારમાં જવા આવવામાં લોકોને મહતમ ફાયદો છે. રૂપિયા બે કરોડ ફાળવી અને પ્રજાના હિતમાં આ પુલનું નિર્માણ હાથ ધરાયું છે તેમજ જસદણના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે આપુલ બનતા લોકોને નદી પાર કરવામા સરળ બને છે. આ કાર્યક્રમમાં જસદણ શહેર ભાજપ ના પ્રમુખ અનિલભાઈ મકાણી મહામંત્રી ભરતભાઇ છાયાણી બી બી સી મહામંત્રી મનીષભાઈ જાદવ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઇ રાઠોડ તથા નગરપાલિકા પ્રમુખ અનિતાબેન રૂપારેલીયા ઉંપપ્રમુખ દીપુભાઈ ગીડા સહીત નગરપાલિકાના સદસ્યો સંગઠનના આગેવાનો, જસદણ તાલુકા ભાજપ સંગઠનના આગેવાનો, જસદણ નગરપાલિકાના તાલુકા પંચાયત-જિલ્લા પંચાયતના સદસ્યો, જસદણ શહેર અને તાલુકા ભાજપના વિવિધ મોર્ચાના આગેવાનો, જસદણની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ આગેવાનો, જસદણના વેપારીઓ સહિતના ઉંપસ્થિત રહ્યા હતા.

 

(11:26 am IST)