Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

જેતપુરના યુવાન ગિરીશ મહિડાનો ઝેર પી આપઘાત

રાજકોટ તા. ૨૪: જેતપુરમાં નવા દરવાજા પાસે વડલી ચોકમાં રહેતાં અને બાંધકામની મજૂરી કરતાં ગિરીશ વજુભાઇ મહિડા (ઉ.૨૬) નામના યુવાને ઝેરી દવા પી લેતાં જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે જેતપુર સીટી પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર યુવાન બે ભાઇ અને એક બહેનમાં મોટો તથા પરિણીત હતો. તેણે આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે સ્વજનો અજાણ હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

(11:11 am IST)