Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

મોરબી ડ્રગ્સ પ્રકરણમાં નાઇજીરીયન સહિત ૪ શખ્સો ૧૦ દિ'ના રીમાન્ડ પર

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૪: મોરબીના ઝીંઝુડા ગામેથી એટીએસ ટીમે કરોડોની કિમતનું ડ્રગ્સ ઝડપી લીધા બાદ વિવિધ સ્થળેથી આરોપીની ધરપકડની સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં એક નાઈજીરીયન નાગરિક સહીત વધુ ચાર ઇસમોને ઝડપી લીધા બાદ કોર્ટામં રજુ કરતા કોર્ટ ૧૦ દિ' ના રીમાન્ડ મંજુર કર્યા છે.

મોરબીથી કરોડોની કિમતના હેરોઈન કેસમાં ગુજરાત એટીએસ ટીમે વધુ ચાર આરોપીને ઝડપી લીધા છે જેમાં દ્વારકા જીલ્લાના હાજી દાઉદ સંધાર, મહેબુબ હાજી સંધાર, જામનગરના રહીમ ઉર્ફે હાજી અકબર નોડે અને મૂળ નાઈજીરીયન અને હાલ ન્યુ દિલ્હી રહેતો માઈકલ યુગોચુકો ક્રિશ્યિયનને ઝડપી લીધા છે જે ઝડપાયેલ આરોપીઓ પૈકી માઈકલે દિલ્હીથી આંગડીયામાં ૩૦ લાખ રૂ હેરોઈન ડીલીવરી માટે ઇશા રાવને મોકલ્યાનું ખુલ્યું છે જે આરોપીઓને કોર્ટમાં રજુ કરી પોલીસે ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

(9:41 am IST)