Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

ભાવનગરના કુંઢડા માલધારી યુવકનું તળાવમાં ડૂબી જતા મોત

ભાવનગર તા.૨૪: તળાજા ના કુંઢડા ગામનો માલધારી યુવક ગઈકાલે પશુધન લઈ બગદાણા નજીકના કોટિયા ગામનજીક પશુ ચરાવવા ગયેલ.જે સમયસર પરત ન ફરતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.જેમાં પાણીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.તળાજા પોલીસ તથા કુંઢડા ગામના મંત્રી સુંદરજીભાઈ પંડ્યા પાસેથી અરેરાટી ઉપજાવતા બનાવની મળતી વિગતો મુજબ કુંઢડા ગામના મોભ દિલુભાઈ ચાંપરાજભાઈ ઉ.વ ૨૮ ગઈકાલે નજીકના કોટિયા ના જંગલ વિસ્તારમાં પશુ ચરાવવા ગયેલ. બાદ તેઓગુમ થયા હતા. તેઓ અહીં આવેલ પાણી ન તળાવમા ડૂબ્યા હોવાની જાણ થતાં તલાટી અને તરવૈયા દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે બપોરે મૃતદેહ મળી આવતા પી.એમ માટે તળાજા ખસેડવામાં આવેલ. બનાવ બગદાણા પોલિસ મથક નીચેનો હોય તળાજા પોલીસે એ.ડી સંબધિત કેસકાગળ મોકલી આપેલહતા.

(11:38 am IST)