Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

ધોરાજીના ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા દ્વારા માખીયાળા નવદુર્ગા આશ્રમ ખાતે અખંડ નવ દિવસ રામાયણના પાઠ સાથે નવચંડી મહાયજ્ઞ અનુષ્ઠાનો રવિવારે પૂર્ણાહુતિ

શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજના સાનિધ્યમાં ઉગ્ર તપસ્યા : ચિત્રકૂટના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અખંડ ૨૪ કલાક રામાયણના પાઠ : નવરાત્રી મહોત્સવનું માત્ર ધાર્મિક વિધિ દ્વારા આયોજન કરાયું : જાહેર આમંત્રણ નહીં

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૨૪ : ધોરાજીના પ્રાચીન શ્રી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ખાતે છેલ્લા ૩૬ વર્ષથી નવરાત્રી મહોત્સવ માત્ર ધાર્મિક વિધિ દ્વારા યોજાઇ રહ્યો છે જેમાં ચિત્રકૂટ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અખંડ ૨૪ કલાક નવ દિવસ સુધી રામાયણના પાઠ તેમજ નવચંડી મહાયજ્ઞનો  આયોજન છેલ્લા ૩૬ વર્ષથી થઈ રહ્યું છે

આશ્રમના મહંત દિગંબર લાલુગિરિજી મહારાજના સાનિધ્યમાં આ વર્ષે પણ નવરાત્રી અનુષ્ઠાનનો આયોજન કરવામાં આવ્યું છે આ સમયે પૂજય શ્રી મહંત શ્રી દિગંબર લાલુ ગીરીજી મહારાજ એ જણાવેલ કે હાલમાં કોરોના મહામારીના સમયમાં  ગાઈડલાઈન્સ મુજબ ૧૩ કિલોમીટર દૂર આવેલ શ્રી નવદુર્ગા આશ્રમ માખીયાળા ખાતે આ વર્ષ માટે નવરાત્રી અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે

નવરાત્રિના પ્રથમ દિવસે ચિત્રકૂટ ના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અખંડ ૨૪ કલાક નવ દિવસ સુધી રામાયણના પાઠ પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમજ મંડલીકપુર ના શાસ્ત્રી મુકેશ અદા વિગેરે પંડિતો દ્વારા નવરાત્રિના પ્રથમ દિવસે વૈદિક મંત્રોચ્ચાર સાથે નવદુર્ગાનું પૂજન સ્થાપના કળશ સ્થાપના તેમજ વૈદિક પરંપરા મુજબ નવરાત્રી અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

આજે નવરાત્રિના ૭મા દિવસે સંતો મહંતોની હાજરીમાં નવરાત્રી માતાજીનું સ્થાન વૈદિક પરંપરા મુજબ અખંડ ૨૪ કલાકના રામાયણના પાઠ તેમજ નવચંડી મહાયજ્ઞમાં સાથે આગળ વધી રહ્યું છે અને રવિવારના રોજ વિજયાદશમીના દિવસે અનુષ્ઠાનની પૂર્ણાહુતિ થશે

આ સમયે શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ એ જણાવેલ કે  પવિત્ર નોરતાના પ્રારંભ સમયે આશીર્વાદ પાઠવતા જણાવેલ કે હિન્દુ ધર્મમાં નવરાત્રિ પર્વ એટલે માતાજીની આરાધનાનો દિવસ ગણાય છે. આ સમયે ડિસ્કો ડાંડીયાના શોખને બદલે માત્રને માત્ર માતાજીની આરાધના સાથે સાથે દિવ્ય ભકિત નો સમય છે ત્યારે અમારા આશ્રમ દ્વારા છેલ્લા ૩૬ વર્ષથી માત્ર ને માત્ર માતાજીના સાનિધ્યમાં અખંડ ૨૪ કલાકના રામાયણના પાઠ તેમજ નવચંડી મહાયજ્ઞ અને દરરોજ અગિયાર બાળાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે આશ્રમમાં માત્ર ને માત્ર માતાજીની આરાધના સિવાય કશું જ નહીં અહીં કોઈ લોકોને આમંત્રણ પાઠવવામાં આવતું નથી જેથી કરીને અમો ધોરાજીની બદલે ધોરાજી થી ૧૩ કિલોમીટર દૂર નવદુર્ગા આશ્રમ ખાતે આ વર્ષ માટે નવરાત્રી અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે

આ સમયે શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ નવરાત્રિના નવ દિવસ સુધી ઉગ્ર તપશ્ચર્યાની સાથે સાથે માં નવદુર્ગાની આરાધનાનામાં બેસી ગયા છે તેમજ ચિત્રકૂટના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અખંડ ૨૪ કલાકના રામાયણના પાઠ અને નવચંડી મહાયજ્ઞ દરરોજ નવ દિવસ સુધી યોજાશે બાદ વિજયા દશમીના રોજ સાધુ સંતોની હાજરીમાં પૂર્ણાહુતિ થશે.

(10:12 am IST)