Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

જામનગર પી.જી.વી.સી.એલ. મંજુર થયુ સબ ડિવિઝન

જામનગર,તા.૨૪ : સીમ વિસ્‍તારમાં લોર્ડ શેડિંગ, વીજ  પ્રવાહ વિક્ષેપ સહિત ની સમસ્‍યાઓના ઉકેલ અર્થે શહેર અધ્‍યક્ષ ડો. વિમલભાઈ કગથરા સહિત શહેર સંગઠન, ધારાસભ્‍ય આર.સી.ફળદુ, ધમેન્‍દ્રસિહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, સ્‍ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, ડે મેયર તપન પરમાર, દંડક કેતન ગોસરાણી, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્‍યા દ્વારા નવું સબ ડિવિઝન ફાળવવા રજૂઆત કરેલ. ઊર્જામંત્રી એવમ નાણામંત્રી માનનીય કનુભાઈ દેસાઈ તથા ગુજરાત રાજ્‍ય મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા નવું સબ ડિવિઝન ને મંજૂરી આપવામાં આવેલ છે. નગરજનો ની સમસ્‍યાઓ ના નિરાકરણ લાવવામાં આવ્‍યું આ તબક્કે તેઓનો આભાર માનવામાં આવેલ.

ઉલ્લેખનીય છે કે, લાંબો વિસ્‍તાર હોવાથી નગરસીમ વિસ્‍તારોમાં લોર્ડ શેસિંગ, વીજ -પ્રવાહ વિક્ષેપ સહિત ની સમસ્‍યાઓ રહેતી હતી. આ નવા સબ ડિવિઝન થી નગર સીમ વિસ્‍તારો માં વીજ વિક્ષેપની સમસ્‍યા નહિવત બનશે.

આ તબક્કે શહેર અધ્‍યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, ધારાસભ્‍ય આર.સી.ફળદુ, ધમેન્‍દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, સ્‍ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, ડે મેયર તપન પરમાર, દંડક કેતન ગોસરાણી, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્‍યા સહિત શહેર સંગઠન ના હોદેદારો દ્વારા આભાર પ્રગટ કરવામાં આવેલ છે. તેમ મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

(1:35 pm IST)