Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

દ્વારકા જિલ્લાની બન્‍ને વિધાનસભા બેઠકો પર આમ આદમી પાર્ટી ત્રિપાંખિયો જંગ કરાવશે

જ્ઞાતિ સમીકરણનો આધારે સીટ ફાળવણી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૪:  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લી બે ટર્મથી બે બેઠકો પૈકી એક બેઠક ખંભાળીયા કોંગ્રેસ લઇ જાય છે અને દ્વારકા ભાજપ જાળવે છે પણ આ વખતે દ્વારકાની જ આપના નેતા અરવિંદ કેજરીવાલ તથા ઇસુદાન ગઢવીએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરીને દ્વારકા જિલ્લાની બન્‍ને બેઠકો પર ત્રિપાંખિયો જંગ નિતિ કરી નાખ્‍યો છે.

છેલ્લી પાંચેક ટર્મની આ બન્‍ને બેઠકો પર ભાજપ કોંગ્રેસ જ સીધી સ્‍પર્ધા કરી રહ્યુ઼ં છે. જયારે આ વખતે અહીં આમ આદમી પાર્ટી ઉમેદવાર ઉતારશે જ્ઞાતિ સમીકરણને ધ્‍યાને લઇને ખંભાળિયામાં સતવારા ઉમેદવાર તથા દ્વારકામાં આહીર ઉમેદવારને આમ આદમી પાર્ટી ઉતારે તેવું ગણાય છે ત્‍યારે આપનો ઉમેદવાર કયા પક્ષના મત તોડીને નુકશાન કરશે તે ચર્ચાનો મુદ્દો છે. હજુ દ્વારકા જિલ્લામાં આપનું સંગઠન ગોઠવાયું ના હોય મજબૂત ઉમેદવાર ના મળતા અહીં આપની જીત મુશ્‍કેલ છે પણ ત્રિપાંખિયો જંગ નિヘતિ થયો છે.

(1:32 pm IST)