Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

પ૦ વર્ષ થી મતદાનથી વંચિત જુનાગઢની દાતારની જગ્‍યામાં પ્રથમ વખત મતદાન થાય તેવું આયોજન

ગીર બાણેજ જગ્‍યામાં ભરતદાસ બાપુના એક મત માટે બુથ ઉભુ કરાય છે એ જ રીતે ઉપલા દાતારના મહંત ભીમબાપુ મતદાન કરે તેના માટે ચૂંટણી પંચની વિચારણા

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૪:    ગિરનાર નજીકની ઉપલાદાતાર પર્વત ઉપર ની ધાર્મિક જગ્‍યાના મહંતની ઉજળી પરંપરા રહી છે કે જગ્‍યાના મહંતો કદી જગ્‍યા છોડી નીચે નથી આવ્‍યા હાલના મહંત પણ છેલ્લા ૩૦ વર્ષથી કદી નીચે સિટીમાં નથી આવ્‍યા જેને આસન સિદ્ધ પરંપરા કહેવાય છે તો આગામી ચૂંટણી અંતર્ગત તેઓને મતદાન કરવા માટે પર્વત ઉપર મતદાન મથક ઉભું કરાય તો મહંત મતદાન કરી શકે અને લોકોમાં એક સારી જાગળતિ માટે નો સારો મેસેજ આપણે આપી શકીએ.

    પૂરા ભારતવર્ષમાં જવલ્લે જ એવી જગ્‍યા છે કે જેના મહંતોને આસન સિદ્ધ મહંત તરીકે ઓળખાય છે.

ઉપલા દાતાર ના પુ.પટેલ બાપૂ , પુ , વિઠ્ઠલ બાપૂ  અને હાલના ગાદીપતી ભીમબાપૂ એ મતદાન કર્યુ નથી. ઉપલા દાતારની જગ્‍યામા પ્રથમ વાર મતદાન થાય તેમાટે તંત્ર દ્વારા તૈયારી થવાની સંભાવના છે.૫૦ વર્ષ થી મતદાનથી વંચીત જગ્‍યાં મા પ્રથમ વખત મતદાન થાય તેવુ આયોજન કરાયુ છે. આ પહેલા ગીર બાણેજ જગ્‍યાં મા ભરત દાસ બાપૂ ના એક મત માટે બુથ ઉભુ કરવામાં આવ્‍યુ હતુ અને ભરત દાસ બાપૂ મતદાન કરતા હતા હવે એજ રીતે ઉપલા દાતાર ના મહંત ભીમબાપૂ મતદાન કરે તેના માટે ચૂંટણી પંચ વીચાર કરી રહ્યું છે.   જ્‍યારે ચૂંટણી પંચ કોઇ પણ મતદાર મતદાન થી વંચીત ના રહે અને ૧૦૦ ટકા મતદાન થાય અને લોકશાહી મજબૂત રહે તેવા પ્રયાસ કરેછે ત્‍યારે ઉપલા દાતાર મા પ્રથમ વખત મતદાન કેંદ્ર બને અને એક મત માટે બુથ બને તેવા પ્રયાસ હાથ ધરવામાં આવે તેવી શકયતા વધી છે. ઉપલા દાતાર ની જગ્‍યાના બે મહંતો મતદાન કર્યા વગર બ્રહ્મલીન થયા ત્‍યારે હવે હાલના મહંત ને મતદાન કરી શકે તેવા તે માટે ચૂંટણી પંચ તયાર હોઇ તેવુ આયોજન થઈ રહયું છે.

(1:18 pm IST)