Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

પોરબંદર એનએસયુઆઇ દ્વારા ડીજેના તાલે દિવ્‍યાંગ બાળકો સાથે વેલકમ નવરાત્રી

પોરબંદર, તા.૨૪: જિલ્લા એનએસયુઆઇ દ્વારા દિવ્‍યાંગ બાળકો સાથે ડીજેના તાલે વેલકમ નવરાત્રી યોજી હતી.

ડીજેના તાલે એકદિવસીય ગરબીનું આયોજન કરવામાં આવ્‍યું હતું... જેમા સૌ દિવ્‍યાગ વિદ્યાર્થીઓ તેમજ એનએસયુઆઇ ટીમના સદસ્‍યો ડીજેના તાલે ઝુમી ઉઠયા હતા.. અલગ-અલગ રાસની રમઝટ બોલાવી એનએસયુઆઇના તમામ સદસ્‍યો પણ તેમની સાથે રમ્‍યા હતા..

રાસ રમ્‍યા બાદ તમામ દિવ્‍યાગ બાળકોને નાસ્‍તો તેમજ ભોજન કરાવવામા આવ્‍યું હતું. તેમને જે વસ્‍તુની આવશ્‍યકતા હતી તેમાં સ્‍કૂલ બેગ અમે પાણી પીવા માટેનુ વોટર બેગ તેમને ગીફ્‌ટમા આપવામા આવ્‍યા હતા.. તમામ રાસોત્‍સોવમા રમનાર વિધાર્થીઓ વિજેતાઓ તેમ કહી સૌને ગીફ્‌ટ આપી બિરદાવ્‍યા હતા. DJ Jigs ગ્રુપના જીગ્નેશભાઇ કાગડા અને રાજુભાઇ દેવરિયા ટીમનો પણ એનએસયુઆઇ અને બાળકોને સરસ સાઉન્‍ડ માટે તેમજ ફોટોગ્રાફર જયદિપભાઇ શિંગડિયા અને તમામ સહકાર આપનારનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

એનએસયુઆઇ પ્રદેશ મહામંત્રી કિશન રાઠોડ,કોંગ્રેસ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા,પૂર્વ ફલ્‍શ્‍ત્‍ ઉપપ્રમુખ તીર્થરાજ બાપોદરા,લાખણશીભાઇ ગોરાણિયા, ધર્મેશભાઈ પરમાર, અવિનાશભાઇ પરમાર તેમજ એનએસયુઆઇના સાથી મિત્રો ઉમેશરાજ બારૈયા, જયદિપ સોલંકી, હર્ષ ગોહેલ,રોહિત સિસોદિયા, બિરજુ શિંગરખિયા, નિહાલ જોષી, રાજ પોપટ, ચિરાગ ચાંચિયા, દિક્ષિત પરમાર, દિવ્‍યેશ સોલંકી, પરેશ થાનકી, હિરેન મેઘનાથી, યશ ઓઝા, દિવ્‍યરાજસિંહ જાડેજા, કાપડી રાજેશ સહિત હાજર રહ્યા હતા.

(1:17 pm IST)