Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

જૂનાગઢમાં રમતા રમતા કુવામાં પડી જતા બે માસુમ ભાઇ-બહેનનાં મોત

ઘરની સામે આવેલ સરકારી કુવો બંને બાળકોને ભરખી ગયો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૪ : જૂનાગઢમાં રમતા-રમતા ઘરની સામે આવેલ સરકારી કુવામાં પડી જતા બે માસુમ ભાઇ-બહેનના મોત થતા રબારી પરિવારમાં કાળા કલ્‍પાંત સામે ગમગીની વ્‍યાપી ગઇ હતી.
જૂનાગઢમાં ગોફેડ મીલની પાછળ કવર તળાવ પાસે સરકારી કુવાની બાજુમાં રહેતા કવિબેન આલાભાઇ રાડા ગઇ કાલે પોતાના ઘરે કપડા ધોતા હતા. ત્‍યારે તેમના બે બાળકો ૪ વર્ષીય દિકરો અભય અને ૩ વર્ષીય દિકરી રાધિકા રમતા હતા.
પરંતુ બંને ભાઇ-બહેનો રમતા રમતા ઘરની સામે જ આવેલા કુવા પાસે પહોંચી જતા પ્રથમ અભય અને બાદમાં રાધિકા કુવામાં ખાબકી હતી.
દરમ્‍યાન માતા કવિબેનનું ધ્‍યાન જતા તેઓ બેબાકળા બની ગયા હતા બંને બાળકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવે તે પહેલા બંને માસુમ ભૂલકાના કુવાના પાણીમાં ડુબી જવાથી કરૂણ મૃત્‍યુ નિપજ્‍યા હતા.
આ અંગેની જાણ થતા પોલીસ કાફલો વગેરે સ્‍થળ પર દોડી ગયા હતા. આમ ઘરની સામે જ આવેલ સરકારી કુવો બંને બાળકોને ભરખી જતા રબારી પરિવારમાં કાળો કલ્‍પાંત છવાઇ ગયો છે.

 

(3:01 pm IST)