Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

અમરેલી જિલ્લાની ૮૨ ગ્રામ પંચાયતોને ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ વાપરવામાં પડતી મુશ્કેલીઓ-એરર દૂર થઇ

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી તા. ૨૪ : સાંસદ નારણભાઇ કાછડીયાના પ્રયાસથી અમરેલી જિલ્લાની ૧૬૨ માંથી ૮૨ ગ્રામ પંચાયતોને ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ વાપરવામાં પડતી મુશ્કેલીઓ અને એન.આઇ.સી. સોફટવેરમાં આવતી એરર દૂર થવા પામેલ છે. આ તકે  સાંસદ નારણ કાછડીયાએ જણાવેલ કે સરકાર તરફથી ડાયરેકટ ગ્રામ પંચાયતોને મળતી ૧૫મા નાણાપંચની ગ્રન્ટમાં જે તે સમયે કર્મચારી અથવા તો કોમ્યુટર ઓપરેટ દ્વારા થયેલ એન્ટ્રી ભુલના કારણે જીલ્લાની ૧૪૭ ગ્રામ પંચાયતોમાં ટાઇડ-અનટાઇડ, ૬ ગ્રામ પંચાયતોમાં મીશન અંત્યોદય અને ૯ ગ્રામ પંચાયતોમાં અન્ય પ્રકારની  એરર્સ આવતી હતી. જેના કારણે જીલ્લાની તમામ ગ્રામ પંચાયતો ૧૫મા નાણા પંચની ગ્રાન્ટ વાપરી શકતા ન હતા. આ બાબત ધ્યાને આવતા કેન્દ્રીય ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી ગીરીરાજસિંહ લેખિતમાં (એરર આવતી ગ્રામ પંચાયતોની યાદી સાથે) પત્રથી રજૂઆત કરેલ હતી. જેના અનુસંધાને કેન્દ્ર સરકાર દ્વારા એન.આઇ.સી. પોર્ટલમાં સુધારા માટેનો ઓપ્શન ઓપન કરવામાં આવેલ અને પરીણામ સ્વરૂપે રાજુલા તાલુકાની ૬૫, જાફરબાદ તાલુકાની ૧૧, ખાંભા તાલુકાની ૦૪, ધારી તાલુકાની ૦૧, સાવરકુંડલા તાલુકાની ૦૧ અમે કુલ ૮૨ ગ્રામ પંચાયતોની એરર્સ/મુશ્કેલીઓ દૂર થવા પામેલ છે અને  હજુ બાકી રહેતી ૮૦ ગ્રામ પંચાયતોમાં આવતી એરરનું પણ સત્વરે નિરાકરણ આવે તેવા પ્રયત્નો હાથ ધરેલ હોવાનું સાંસદ નારણભાઇ કાછડીયાએ જણાવેલ છે.

(2:57 pm IST)