Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

ભાવનગરના પીથલપુરમાં વીજ ચેકિંગ માટે ગયેલી ટીમનો ટોળાએ કર્યો વિરોધ : નાયબ ઇજનેર ઉપર હૂમલાનો પ્રયાસ

ભાવનગર, તા.૨૪:વરતેજ તાબેના પીથલપુર ગામમાં વિજચેકીંગ માટે ગયેલી ટીમને ગાળો આપી નાયબ ઈજનેર ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવતા ગામના ચાર શખ્‍સ વિરુદ્ધ નાયબ ઇજનેરે વરતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પી.જી.વી.સી.એલ.ની પાંચ ટીમ દ્વારા વીજ ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વીજ કંપનીની ટીમ દ્વારા પીથલપુર ગામમાં આવેલ ચામુંડા ફરસાણ નામની દુકાનની ફરિયાદ હોય,આ સ્‍થળે ચેકીંગ કરતા હતા તે દરમિયાન પરેશ સવજીભાઈ મકવાણા,શંભુભાઈ અમરભાઈ ચૌહાણ,લાભુભાઈ હીરાભાઈ મકવાણા અને પ્રદીપભાઈ વલ્લભભાઈ મકવાણાએ આવેશમાં આવી જઈ વીજ કંપનીની ટીમને ગાળો આપી ચેકીંગની કામગીરી અટકાવી દીધી હતી અને ધમકીઓ આપી ટીમ સાથે હાથપાઈ કરી હતી,તેમજ ગામના લોકોને સાથે રાખી ફરજમાં રુકાવટ કરતા ટીમ ચેકીંગની કામગીરી અટકાવી પરત જઈ રહી હતી ત્‍યારે નાયબ ઇજનેર એન.પી.સંચાણિયા ઉપર હુમલાનો પ્રયાસ થતા પોલીસ પાર્ટી અને સાથી કર્મચારીઓએ વચ્‍ચે પડી અધિકારીને બચાવી લીધા હતા અને ટીમ ચેકીંગ કર્યા વગર જ પરત ફરી હતી.

આ ઘટના અંગે ભાવનગર પી.જી.વી.સી.એલ.સીટી ડિવિઝન-૨ ના નાયબ ઇજનેર રાજુભાઇ લાભુભાઈ રૂપારેલીયાએ વરતેજ પોલીસ મથકમાં ચાર શખ્‍સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વરતેજ પોલીસેᅠ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:53 am IST)