Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

અમરેલી જિલ્લામાં બે દિવસના ભારે બફારા બાદ વરસાદ : સાવરકુંડલા પંથકમાં મેઘસવારી : ખેડૂતોમાં ખુશીનો માહોલ

ગોધકડા, લીખાળા, રામગઢમાં વરસાદ પડ્યો છે. તેમજ ચરખડિયા, ઓળિયા સહિતના સહિતના ગ્રામ્યવિસ્તારમાં પણ વરસાદ વરસ્યો : ગીરના જંગલો પણ ધોધમાર વરસાદ ભારે વરસાદને પગલે નદી અને વોકળા માં નીર આવ્યા

અમરેલી જિલ્લામાં  બે દિવસના ભારે બફારા બાદ વરસાદ શરૂ સાવરકુંડલામાં પણ વરસાદ નોંધાયો છે. જેમાં ગોધકડા, લીખાળા, રામગઢમાં વરસાદ પડ્યો છે. તેમજ ચરખડિયા, ઓળિયા સહિતના સહિતના ગ્રામ્યવિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે.

રાજયના સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેના ગીરના જંગલો પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ગીરમાં ભારે વરસાદને પગલે નદી અને વોકળા સજીવ થયા છે. રાવલ નદીમાં પુર આવતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ. જોકે જિલ્લાભરમાં ભારે ગરમી અને બફારો યથાવત છે.

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી.

રાહત કમિશનરએ જણાવ્યુ કે, મંગળવારે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી રાજયમાં ૦૮ જિલ્લાના ૧૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધારે નવસારી તાલુકામાં ૧૩ મી.મી વરસાદ પડ્યો છે.

રાજયમાં અત્યાર સુધી તા.૨૪/૦૮/૨૦૨૧ સુધી ૩૫૦.૩૩મી.મી. વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૪૧.૭૧ ટકા છે.

(12:08 am IST)