Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

મજીવાણા ગામે જાહેરમાં જુગાર રમતા કુલ-૮ ઇસમોને પકડીપાડતી બગવદર પોલીસ

રૂ. ૧૫,૩૪૦ રોકડા તથા ૨ મોબાઈલ કબ્જે લેવાયા

પોરબંદર : જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક  મનિન્દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની પોરબંદર જિલ્લામાં દારૂ/જુગાર પ્રવૃતિ કરનારા ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા સુચના કરતા  જે.સી.કોઠીયા ઇ/ચા નાયબ પોલીસ અધીક્ષક પોરબંદર ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.સી.ગોહિલ ની સુચના મુજબ પોલીસ હેડ કોન્સ. સી.બી.ગોસાઇ તથા સ્ટાફના માણસો બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન લોકરક્ષક બળદેવભાઇ વાળા તથા નરેન્દ્રભાઇ નંદાણીયાને બાતમીરાહે હકિકત મળેલકે મજીવાણા ગામમાં ચોકમાં જાહેરમાં ગંજીપત્તાના પાના પૈસા વડે હારજીતનો જુગાર રમે છે તેવી હકિકત મળતા હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા આઠ ઇસમો જુગાર રમતા મળી આવેલ આરોપી (૧) વિજય પરબતભાઇ હાટગરડા રહે.મજીવાણા (ર) અતુલ દિનેશભાઇ રાઠોડ ઉવ. રપ રહે. મજીવાણા (૩) નિતેષ ભુપતભાઇ રાઠોડ ઉવ. ર૯ રહે. મજીવાણા (૪) ભાયા ખોડાભાઇ સિંઘલ ઉવ. ૩૫ રહે. કેશવ ગામ (પ) પ્રકાશ પોપટભાઇ સિંઘલ ઉવ. ર૭ રહે. મજીવાણા (૬) દેવાભાઇ નાથાભાઇ સિંઘલ ઉવ. પર રહે. ફટાણા (૭) વિપુલ દિનેશભાઇ રાઠોડ ઉવ. ર૮ રહે. મજીવાણા (૮) રણજીત રતીલાલ રાઠોડ ઉવ. ર૮ રહે. ફટાણા વાળા પાસેથી ગંજીપત્તાના પાના તથા રોકડ રકમ રૂ।.૧૫૩૪૦/- તથા મોબાઇલ ફોન નંગ-ર મળી કુલ રા. ૧૬ર૪૦/-ના મુદામાલ સાથે પકડી જુગારધારા નો ગુન્હો શોધી કાઢતા આરોપીઓ વિરૂધ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરેલ છે.

આ કામગીરી ઇ/ચા પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ. સી.બી.ગોસાઇ તથા લોકરક્ષક બળદેવભાઇ વાળા તથા નરેન્દ્રભાઇ નંદાણીયા વિગેરે બગવદર પોલીસ સ્ટેશનના જવાનોએ કરેલ છે.

(8:25 pm IST)