Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

ગોંડલમાં ગોમટા પાસે રાજકોટના બે સહિત ત્રણ વિદેશી દારૂ સાથે પકડાયા

રાજકોટ તા. ર૪ :.. ગોંડલના ગોમટા ગામે રાજકોટના શૈલેષ મુળજીભાઇ સાગઠીયા રહે. બીલાલ ચોક મેઇન રોડ જંગલેશ્વર તથા હારૂન સતારભાઇ મીર રહે. બુધ્ધનગર શેરી નં. ૩૭, જંગલેશ્વર તથા રમાઝ મુસાભાઇ મલેક રે. કાલાવડને વિદેશી દારૂનો જથ્થો ર૯૯ બોટલ કિ. ૮૯,૭૦૦ બાઇક અને કાર મળી કુલ ૧.૬૦,૯૦૦ ના મુદામાલ સાથે રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એ. આર. ગોહીલ તથા એ. એસ. ટી. યુ. શાખાના પીએસઆઇ ટી. એસ. રીઝવીએ ઝડપી લીધા હતાં. જયારે તોસીફ ઉર્ફે બાધો અસીમભાઇ ઉમરેટી રે. ગ્રીનપાર્ક જંગલેશ્વર રાજકોટ, અલ્તાફ ઠેબા રે. મેંદરડા તથા અજય રાજપૂત રે. વડીયાની શોધખોળ હાથ ધરાઇ છે. 

(4:08 pm IST)