Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

આ વર્ષે પણ દ્વારકાધીશ મંદિરે શ્રી કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમી તહેવાર ભાવિકો વગર ઉજવાય તેવી સંભાવના

આજે સાંજે સત્તાવાર જાહેરાત કરાશે

(વિનુભાઈ સામાણી દ્વારા) દ્વારકા, તા. ૨૪ :. શ્રી દ્વારકાધીશ ભગવાનના સાનિધ્યમાં આ વર્ષે પણ કોરોનાના કારણે ભાવિકો વગર શ્રી કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમી પર્વ ઉજવાય તેવી સંભાવના છે.

યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરને કોરોના મહામારીને લીધે સતત બીજા વર્ષે શ્રીકૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમી પર્વ ભાવિકો વિના જ ઉજવવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. જો કે તંત્ર દ્વારા હજુ આ અંગે કોઈ જાહેરાત કરાઈ નથી.

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ એટલે જન્માષ્ટમી પર્વ એ દ્વારકા યાત્રાધામમાં સૌથી મોટો તહેવાર માનવામાં આવતો હોય દર વર્ષે દેશ વિદેશના ભાવિકો ઠાકોરજીના જન્મોત્સવને વધાવવા પધારે છે.

હાલમાં કોરોનાને કારણે રાજ્ય સરકાર દ્વારા વધુ ભીડભાડ ન થાય તે હેતુથી ધાર્મિક મહોત્સવની ઉજવણી પર મહદઅંશે પ્રતિબંધ જેવી પરિસ્થિતિ હોય ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકામાં શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ભાવિકો વિના જ ઉજવાય તેવી પ્રબળ સંભાવનાઓ જોવાઈ રહી છે.

(4:07 pm IST)