Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

ગોંડલમાં જુગાર રમતા છ બાજીગરો પકડાયાઃ રૂરલ ક્રાઇમ બ્રાંચનો દરોડો

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે. 

રાજકોટ, તા., ૨૪: ગોંડલમાં ઘોઘાવદર રોડ ઉપર રૂરલ ક્રાઇમ બ્રાંચે રેઇડ કરી જુગાર રમતા ૬ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

ગોંડલમાં ઘોઘાવદર રોડ ઉપર ચંદુ મોહનભાઇ રૂપારેલીયાની વાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એ.આર.ગોહીલ  તથા પીએસઆઇ એસ.જે.રાણાની ટીમે દરોડો પાડી જુગાર રમતા ચંદુ રૂપારેલીયા રે. ભોજરાજપરા  શેરી નં. ૧પ/૨૪ ગોંડલ, ગાંડુ સવજીભાઇ પાનસુરીયા રે. ઉમરાળી તા. જેતપુર, બટુક પરસોતમભાઇ ચોવટીયા રે. ભગવતપરા શેરી નં. ૭/૮ પટેલવાડી સામે ગોંડલ, સતાર ઇબ્રાહીમભાઇ દોઢીયા રે. મોવીયા રોડ રૈયાણીનગર ગોંડલ, મનોજ પ્રેમજીભાઇ ડાભી રે. હરભોલે સોસાયટી ક્રિષ્નાપાર્ક ગોંડલ તથા હકુ ઇબ્રાહીમભાઇ કુરેશી રે. ચોરડી દરવાજા પાસે ગોંડલને રોકડા રૂ. ૪૩૯૦૦ અને છ મોબાઇલ મળી કુલ રૂ. ૪૯,૯૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

આ કામગીરીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના એએસઆઇ મહેશભાઇ જાની, હેડ કો. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, પો.કો. પ્રહલાદસિંહ રાઠોડ તથા રૂપકભાઇ બોહરા સહીતનો સ્ટાફ જોડાયો હતો.

(3:07 pm IST)