Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

સૌરાષ્ટ્ર -કચ્છમાં ધુપ-છાંવ : મેઘરાજા મહેર કરોનો પોકાર

આખો દિવસ પવનના સુસવાટા સાથે મિશ્ર હવામાન : બફારો યથાવત

રાજકોટ,તા. ૨૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર ઋતુનો માહોલ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે સામાન્ય ઝાપટા વરસી જાય છે છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ મહેર ન કરતાં 'મેઘરાજા મહેર કરો 'નો પોકાર સૌ કોઇ કરી રહ્યા છે.

આવા વાતાવરણ વચ્ચે બફારો યથાવત છે અને બપોરના સમયે ઉનાળા જેવા વાતાવરણનો અહેસાસ થાય છે.

દરરોજ સવારથી જ અચાનક વાદળા છવાય જાય છે અને મેઘરાજા તૂટી પડશે તેવું વાતાવરણ છવાઇ જાય છે પરંતુ થોડીવાર સુર્ય પ્રકાશિત હવામાન છવાઇ છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૩.૮ મહતમ, ૨૫.૮ લઘુતમ, ૮૨ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૮.૬ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. 

(2:53 pm IST)