Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ હોસ્ટિલ દ્વારા રૂપાલાનો સન્માન સમારોહ યોજાયો

અમરેલી શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ સિવીલ હોસ્પીટલ દ્વારા ચેરમેન વતનના રતન, કેળવણીકાર વસંતભાઇના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીયમંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાનો સન્માન સમારોહ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો કેબીનટમંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના ઉદઘાટક પદે તથા સાંસદ નારણભાઇ કાછડીયા, એનસીયુઆઇના ચેરમેન દિલીપ સંઘાણી, ધારાસભ્ય રાઘવજી પટેલ, જે.વી. કાકડીયા, જિ.પં. પ્રમુખ રેખાબેન મોવલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા, નગરપાલીકા પ્રમુખ મનીષાબેન રામાણી, પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉંઘાડ, વી.વી.વઘાસીયા, ડો.ગીરીશ ભીમાણી કાળુભાઇ વિરાણી, ડો. ભરતભાઇ કાનાબાર, હિરેન હીરપરાના મુ.મહેમાન પદે યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે કેન્દ્રીયમંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, ઉદઘાટક કેબીનેટમંત્રી પરશોતમભાઇ રૂપાલા, ધારાસભ્યશ્રી સાંસદ નારણભાઇ કાછડીયા, જે.વી.કાકડીયા, રાઘવજી પટેલને સરદાર પટેલની પ્રતિમાં આપીને સન્માનીત કર્યા હતા. આ તકે કેળવણીકાર, ગજેરા વિદ્યાભવનના મેને ટ્રસ્ટી ચુનીભાઇ ગજેરા, એડમિનિસ્ટ્રેટીવ ઓફીસર શ્રી ડો. એકતાબેન ગજેરાએ ઉપસ્થિત સૌનુ સન્માન કર્યુ હતું.અધ્યક્ષ સી.આર.પાટીલ, ધારાસભ્ય રાઘવજી પટે, ઉદઘાટક કેબીનેટમંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, રાષ્ટ્રીય સહકારી આગેવાન એન.સી.યુ.આઇના ચેરમેન દિલીપભાઇ સંઘાણી વિ.એ વકતવ્ય આપીને શ્રી રૂપાલાના સન્માનને આવકારીને વસંતભાઇ ગજેરાની સેવા પ્રવૃતિને બીરદાવી હતી. પ્રત્યુતરમાં જણાવ્યું હતું કે કોરોના વોરિયર્સની ઉપસ્થિતીમાં મારૂ સન્માન થવુ એ મારા સદ્દભાગ્ય છે અને એ માટે હું શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સ્ટાફને વંદન કરૂ છું તથા વસંતભાઇ ગજેરાને અભિનંદન આપુ છું. આ તકેસુરતના અગ્રણી ઉદ્યોગપતિ પૂર્વધારાસભ્ય ધીરૂભાઇ ગજેરા, કિશોરભાઇ કોશીયા, શૈલેષભાઇ ડાવરિયા, વલ્લભભાઇ કાકડીયા, ઇશ્વરભાઇ નાવડીયા, વિરેનભાઇ શાહ, વેલજીભાઇ છેટા, ઘનશ્યામભાઇ ધામી, બાબુભાઇ સોજીત્રા, મનુભાઇ કાકડીયા, ભવાનભાઇ ભગત, ડોકટર્સ, નર્સિસ, લેબટેકનીશ્યન, મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ વિ.એ ઉપસ્થિત રહીને અભિનંદન આપ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંકલન શાંતાબા હોસ્પિટલના એમ.ડી. પીન્ટુભાઇ ધાનાણીની જહેમતથી સમગ્ર ટીમે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમના અંતે આભારવિધિ ડો. એકતાબેન વૃષાલભાઇ ગજેરાએ કરી હતી તથા કાર્યક્રમનું સંચાલન હરેશભાઇ બાવીશીએ કર્યું હતું.

(1:19 pm IST)