Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

જિલ્લા ભાજપ અમરેલી સંચાલિત કેસરી સેવાયજ્ઞ કાર્યાલયનો શુભારંભ

અમરેલી : સેવા હી સંગઠન અને જે પક્ષના પાયામાં અંત્યોદયની ભાવના એ ભારતીય જનતા પક્ષ હંમેશા લોકોને ઉપયોગી અને જન સેવા માટે તત્પર રહી છે. એ પરંપરાને અનુસરીને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ અમરેલી દ્વારા નાગરિકોને સરળતાથી સરકારી યોજના વિશે માહિતી મળી રહે અને સંબંધીત કામગીરી થઇ શકે તે માટે કેસરી સેવાયજ્ઞ કાર્યાલયની શરૂઆત કરવામાં આવી છે.

કાર્યાલયનું ઉદઘાટન આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું. કેન્દ્રીયમંત્રી પરસોતમભાઇ રૂપાલા, એન.સી.યુ.આઇ. ચેરમેન દિલીપભાઇ સંઘાણી, મંત્રી જયેશભાઇ રાદડીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, સંગઠન પ્રભારી સુરેશભાઇ ગોધાણી, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા, સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય જે.વી.કાકડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. 

(1:19 pm IST)