Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

વડિયામાં આર્થિક સંકડામણથી કંટાળીને આધેડનો આપઘાત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૪: વડિયાના આંબેડકરનગરમાં રહેતા અને મજુરી કામ કરી પોતાના પરિવારનુ ગુજરાત ચલાવતા દલિત આધેડ રામજીભાઇ શામજીભાઇ સોહલિયા નામના વ્યકિતએ કામ ધંધો ચાતો ના હોય આર્થિક સંકડામણના કારણે આત્માહત્યા કરીશે પોતાનું જીવન ટુંકાવ્યું છે.

જુગાર

બાબરાના કરીયાણા ગામે જુગાર રમતા અરવિંદ બાબુભાઇ રાઠોડ, રાજેશ લાલજીભાઇ જતાપરાને લોકરક્ષક રામભા મેપાળે બતીનાઅજવાળે માધુપુર જવાના રસ્તે આવેલ ખુલલા મેદાનમાં જુગાર રમતા રોકડ રૂ.૭૪૦ સાથે ઝડપી પાડયા હતા જયારે રેઇડ દરમિયાન ચાર શખ્સો નાસીછુટયા હતા વડીયાના હનુમાન ખીજડીયામાં જાહેરમાં જુગાર રમતા મનસુખભાઇ સોંદરવા હરસુખ નારણભાઇ ગોંડલીયા, નાથા કાનાભાઇ ચુડાસમા, સવિતાબેન ભીખુભાઇ ચુડાસમાને હે. કોન્સ જે.એલ.મકવાણાએ રોકડ રૂ.૩પ૦૦ સાથે ઝડપી પાડયા હતા.

ઇજા

સાવરકુંડલા ચોકડી બાયપાસ પાસે રહેતા બે પાડોશીઓ વચ્ચે જુના મનદુઃખના કારણે બોલાચાલી થતા છરી, ધારીયું, ઢીકાપાટુ અને પથ્થરથી માર મારી ધમકી આપ્યાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. આ બનાવ અંગે એક પક્ષે દેવાભાઇ રૂડાભાઇ પરમારના ઘર પાસે માણસો ભેગા કરતા ઠપકો આપતા સારૂ નહિ લાગતા ગૌતમ ઉર્ફે ગટો, પ્રકાશભાઇ સોલંકી, વિજય રૂડા, રાજુ રાવતભાઇ, મેહુલ પ્રકાશભાઇએ ગાળો બોલી ઢીકાપાટુ અને પથ્થર વડે માર મારી ઇજા કર્યાની અમરેલી તાુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે જયારે સામાપક્ષે ગૌતમભાઇ પ્રકાશભઇ સોલંકી ઉ.ર૦ એ આરોપીઓએ બે માસ પહેલા સામસામે ફરીયાદ કરેલ જે મનદુઃખ રાખી દેવા રૂડાભાઇ પરમાર, મંજુબેન રૂડાભાઇ પરમારએ છરી અને ધારીયા જેવા હથિયારો ધારણ કરી છરી વડે ઇજા કરી કાન ઉપર ધારીયું મારી ગૌતમભાઇના વૃધ્ધ બાને છરી વડે તથા કાકાને પણ પાણીની ગાગર વડે માર મારી ઇજા કરી ધમકી આપ્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી છે.

ચોરી

સાવરકુંડલા મહુવા રોડ, બુધ્ધવિહાર સોસાયટીમાં રહેતા કેતનકુમાર હીરાભાઇ દાફડાના મકાનના તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી કોઇ તસ્કરોએ લાકડાના કબાટમાં રાખેલ રોકડ રૂ.૧૯,૦૦૦ ની ચોરી કરી ગયાની તેમજ સોસાયટીના આસપાસના મકાનોના પણ તાળા તોડયાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

અકસ્માત

બાબરા તાલુકાના ગઢાળાથી ખંભાળા જવાના રસ્તે શંભુભાઇ ચોથાભાઇ વેજીયા ઉ.૪૧ રહે ખંભાળાના ભત્રીજા અજયભાઇ રમેશભાઇ વેજીયા પોતાનું હોન્ડા બાઇક લઇ ખંભાળાથી દુધ ભરી પરત આવતો હતો તે દરમિયાન રામાપીરના મંદિર પાસે બોલેરો જી.જ. ૧૧ ટી.ટી.૧૪૭૧ ના ચાલકે પુરઝડપે અને બેફિકરાઇથી ચલાવી બાઇક સાથે અથડાવી મોત નિપજાવી નાસી ગયાની બાબરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(1:18 pm IST)