Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

રઘુવંશી સોશ્યલ ગ્રુપ, જામનગર દ્વારા જીતુભાઇ લાલનું સન્માન

જામનગર : લોહાણા સમાજની છેલ્લા ૩૪ વર્ષ કાર્યરત સંસ્થા રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓને રાહત દરે નવનીત બ્રાન્ડના ફુલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવેલ આ પ્રસંગે ઉપસ્થિત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલનું વૈશ્વિક લોહાણા મહાપરિષદનાં વરીષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે વરણી થયેલ હોય પ્રમુખ યોગેશ વિઠલાણી દ્વારા મોમેંટો આપી સન્માન  કરવામાં આવેલ. જીતુભાઇ લાલે સંસ્થાની પ્રવૃતિઓને બિરદાવી હતી. આ તકે સંસ્થા દ્વારા દાતાશ્રીના સહયોગથી ૧૭પ થી વધારે વિદ્યાર્થીઓને કુલ સ્કેપ ચોપડાનું વિતરણ ઉપસ્થિત મહાનુભાવો જીતુભાઇ લાલ, શહેર ભાજપ ઉપાધ્યક્ષ અને ધારાશાસ્ત્રી હેમલભાઇ ચોટાઇ, ધારાશાસ્ત્રી ભરતભાઇ ગોંદીયા, ઉદ્યોગપતિ હર્ષદભાઇ જોબનપુત્રા, હર્ષ પોલીપેક વાળા, કૈલાશભાઇ બદિયાણી, સંસ્થાના પ્રમુખ યોગેશ વિઠલાણી, પ્રોજેકટ ચેરમેન અતુલ રાયઠઠાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટને સફળ બનાવવા સંસ્થાના સભ્યો નિલેશ જીવરાજાની, જયેશ ગોકાણી, આશિત કોટક, દિલીપ વિઠલાણી, હિતેશ ધોકાઇ, ચિંતન ચંદારાણા, અમીબેન  જીવરાજાની, જહાનવીબેન મશરૂ, રમેશ ખાખરીયા, રસિક મજીઠીયા તેમજ હસમુખ મજીઠીયાએ જહેમત ઉઠાવી હતી. 

(1:17 pm IST)