Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

છળકપટથી મેળવેલ ખિલાસરી ભરેલ ટ્રક સાથે ગોંડલના બે શખ્સો ઝબ્બે

જૂનાગઢ, તા. ૨૪ :. ગઈ તા. ૨૧-૮-૨૦૨૧ના રોજ સી. ડિવી. પો.સ્ટે. ખાતે શ્રાવણ માસ અનુસંધાને પ્રોહી-જુગાર અંગે જૂનાગઢ સી-ડિવી. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ટીંબાવાડી નજીક પહોંચતા સાથેના પો.કોન્સ. ઈન્દ્રજીતસિંહ ઝાલા તથા આઝાદસિંહ સિસોદીયાને સંયુકતમાં બાતમીદારરાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક ટાટા આઈસર ટ્રક નંબર જીજે ૦૩એ ટી ૦૨૬૭માં લોખંડની ખીલાસરી ભરી વંથલી તરફથી રાજકોટ તરફ નિકળવાનો છે અને આ લોખંડ તેણે છળકપટથી અથવા વિશ્વાસઘાતથી મેળવેલ છે. તેવી ચોક્કસ બાતમી આધારે મધુરમ બાયપાસ વંથલી રોડ ઉપર મામાદેવના મંદિર નજીક જઈ અલગ અલગ જગ્યાએ વોચમાં હતા. તે દરમિયાન ઉપરોકત નંબરવાળા ખીલાસરી ભરેલ ટ્રકને બે ઈસમો સાથે પકડી લઈ પૂછપરછ કરતા જૂનાગઢ શહેરમાં ગઈ તા. ૫-૮-૨૦૨૧ના રોજ (૧) વંથલી રોડ યાર્ડ પાસે રોડ ઉપરથી તથા તા. ૭-૮-૨૦૨૧ના રોજ (૨) ખલીલપુર ચોકડી પાસે રોડ ઉપરથી તથા (૩) માખીયાળા ગામ સ્મશાન પાસે રોડ ઉપરથી મળી એમ કુલ ત્રણ અલગ અલગ જગ્યાએથી શૈલેષભાઈ છગનભાઈ પટેલ તથા બીજો એક મહેશ પટેલના કહેવાથી લોખંડની ખીલાસરી તેમજ સ્ટીલ લોખંડ મેળવી ગોંડલ રાજકોટ તરફ લઈ જતા હોવાની કુલ બે ગુન્હાઓને અંજામ આપ્યાની કબુલાત કરતા હોય અને આ બન્ને આરોપીઓને આ શૈલેષ પટેલ અને મહેશ પટેલ વિશે પૂછપરછ કરતા જણાવેલ કે આ શૈલેષ પટેલ સ્થાનિક વેપારીને ફોન દ્વારા પોતાનુ ખોટુ નામ આપી તે વિસ્તારના સ્થાનિક નામચીન આગેવાનના નામ ઉપર વેપારીને વિશ્વાસમાં લઈ રોકડ રૂપિયા આપ્યા વગર ઉધારમાં જૂનાગઢના લોખંડના વેપારીઓ પાસેથી માલ મેળવી પેમેન્ટ આરટીજીએસથી કરી આપવાનું જણાવી અને માલની ડીલેવરી મેળવી ફોન સ્વીચઓફ કરી દેતા હોય જેથી મજકુર પકડાયેલ કુલ ૨ ઈસમો વિરૂદ્ધ સી ડિવીઝન પો. સ્ટે.માં હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. જેમા (૧) જૂનાગઢ સી-ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુના નંબર ૧૦૧૦/૨૦૨૧ આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦ ૧૨૦(બી) મુજબ તથા (૨) જૂનાગઢ તાલુકા પોલીસ પો.સ્ટે. ગુ.૨.નં. - એ ૮૮૬/૨૦૨૧ આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુન્હાઓ શોધી કાઢેલ છે.

પકડાયેલ આરોપી અરજણભાઈ રત્નાભાઈ પરમાર જાતે સરાણીયા રજપુત રહે. ગોંડલ જેતપુર રોડ સરાણીયા સોસાયટી, તા. ગોંડલ, કનૈયાલાલ મેઘજીભાઈ પિત્રોડા જાતે લુહાર રહે. ગોંડલ બસ સ્ટેન્ડ પાછળ મેલડી માતા મંદિર પાસે તા. ગોંડલ છે અને પકડવાના બાકી શૈલેષભાઈ છગનભાઈ પટેલ રહે. જેતપુર બુટાણી પ્લોટ સાંઈ મંદિર પાસે, મહેશ પટેલ રહે. ગોંડલ છે.

મુખ્ય આરોપી શૈલેષ છગન પટેલ વિરૂદ્ધ જૂનાગઢ તાલુકા પો. સ્ટે. ગુ.ર.નં. ૩૮/૨૦૧૯ આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦-બી, સુરત શહેર ઉમરા પો.સ્ટે. ગુ.ર. નં. ૨૪૧/૨૦૧૭ આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦-બી, ૪૬૭, ૪૭૧, સુરત શહેર સરથાણા પો.સ્ટે. ગુ.ર. નં. ૪૯૮/૨૦૧૯ આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪, રાજકોટ ગ્રામ્ય જેતપુર તાલુકા પો.સ્ટે. ગુ.૨. નં. ૧૧૨/૨૦૧૮ આઈપીસી કલમ ૫૦૭, રાજકોટ એ-ડીવી. પો.સ્ટે. ગુ.૨. નં. ૮૬/૨૦૧૯ આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦-બી, ભાવનગર નિલમબાગ પો.સ્ટે. ગુ.૨.નં. ૪૦/૨૦૧૭ આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪, પોરબંદર કમલાબાગ પો.સ્ટે. ગુ.૨. નં. ૧૧૮/૨૦૧૬ આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, પોરબંદર કમલાબાગ પો.સ્ટે. ગુ.૨. નં. ૧૧૭/૨૦૧૭ આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪, વડોદરા શહેર ગોત્રી પો.સ્ટે. ગુ.૨. નં. ૮૬/૨૦૧૮ આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦-બી ગુન્હા નોંધાયા છે.

કબ્જે કરવામાં આવેલ મુદામાલ

લોખંડની ખીલાસરી વજન ૬૩૧૦ ટન કિં. રૂ. ૩૭૮, ૬૦૦, ટાટા ૧૧૦૯ ટ્રક જેના રજી નંબર જીજે ૦૩એ ટી ૦૨૬૭ની કિં. રૂ. ૬૦૦,૦૦૦, મોબાઈલ નં. ૨ કિં. રૂ. ૫૫૦૦ છે.

આ કામના મુખ્ય સૂત્રધાર શૈલેષભાઈ છગનભાઈ પટેલનાએ તેના સાગરીતો સાથે મળી અગાઉથી પ્લાન બનાવી કોઈ પણ સ્ટીલ લોખંડના વેપારીને ટાર્ગેટ બનાવી મોબાઈલ નંબર મેળવી કોઈ પણ શહેરમાં નજીકના સ્થાનિક નામચીન માણસના નામે પોતે ફોન ઉપર પોતાનુ ખોટુ નામ ધારણ કરી કોઈ પણ ખોટા બહાના બતાવી વેપારીઓને વિશ્વાસ આપી કોઈપણ સરનામે લોખંડ ખીલાસરી કે સ્ટીલનો મોટો જથ્થો ઉધારથી મંગાવી ફોન ઉપર અલગ અલગ બહાના બતાવી રૂપિયા નહી આપી વેપારીઓ સાથે છળકપટથી મેળવી વિશ્વાસઘાત કરવાની એમો ધરાવે છે.  સી-ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ. જે.જે. ગઢવી તથા હેડ કોન્સ. આર.બી. છેલાણા, હેડ કોન્સ. એન.જે. ભેટારીયા તથા પો.કોન્સ. ચેતનસિંહ સોલંકી, આઝાદસિંહ સિસોદીયા, ભગવાનજી વાઢિયા, ઈન્દ્રજીતસિંહ ઝાલા, કરણસિંહ ઝણકાત, દીલીપભાઈ ડાંગર વિગેરે પોલીસ સ્ટાફે સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:15 pm IST)