Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

રાજકોટ-ગોંડલ હાઇ-વે ઉપરના ભરૂડી ટોલનાકા પાસે કારખાનાની છત તૂટીઃ એક ગંભીર

ફાયરબ્રિગેડ અને સ્થાનિકોએ ફસાયેલા યુવકને બહાર કાઢીને સારવારમાં ખસેડયો

તસ્વીરમાં ફસાયેલ યુવકને બહાર કાઢવાની કામગીરી તથા પડેલ છત નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(ભાવેશ ભોજાણી દ્વારા) ગોંડલ તા. ર૪ : રાજકોટ-ગોંડલ હાઇ-વે ઉપરના ભરૂડી ટોલનાકા પાસે કારખાનાની છત તૂટી પડતા એક વ્યકિતને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડેલ છે. પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ-ગોંડલ હાઇ-વે ઉપર આવેલા ભરૂડી ટોલનાકા પાસે આજે બપોરે પ્યોર ફલો સોલ્યુશન પ્રા.લી.કંપનીમાં છત નીચે પાર્ટીશન કરીને એક બીજી છત ઉભી કરાઇ હતી. જે કોઇ કારણસર પડી જતા જેમાં એક વ્યકિત દબાઇ ગયો હતો. આ બનાવની જાણ ગોંડલ ફાયર બ્રિગેડ વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને છત નીચે ફસાયેલ યુવકને બહાર કાઢીને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડેલ છે.

(3:36 pm IST)