Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

ચોટીલા હાઇવે ઉપર શેરે પંજાબ હોટલના પાછળના ખેતરમાં ઓરડીમાંથી બે લાખનું બાયોડીઝલ જપ્ત

વઢવાણ,તા.૨૪: સુરેન્દ્રનગર જીલ્લામાં કોઇપણ જગ્યાએ ગેરકાયદેસર રીતે બાયોડીઝલનુ વેચાણ, સ્ટોરેજ થતુ હોય તે અંગે હકીકતો મેળવી ગે-કા પ્રવૃતિ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપતા એલ.સી.બી. ટીમ દ્વારા પેટ્રોલીંગ હાથ ઘરે હકીકત મેળવેલ કે જયવિરસિંહ જોરૂભાઇ ધાંધલ (કાઠી દરબાર) રહે.ખેરડી તા.ચોટીલા વાળાએ પોતાના કબજા ભોગવટા વાળી ચોટીલા – રાજકોટ નેશનલ હાઇવે રોડ, ખેરડી ગામની સીમ, શેરે પંજાબ હોટલની પાછળના ભાગે આવેલ પોતાના કબજા ભોગવટા વાળી વાડીમાં આવેલ ઓરડીમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ ભરવાનો પંપ ઉભો કરી વેચાણ કરે છે. તેવી હકીકત મેળવી છાપો મારતા મજકુર ઇસમ મળી આવેલ નહીં પરંતુ સદરહું પોતાના કબજા ભોગવટા વાળી વાડીના સેઢે બનાવેલ ઓરડીમાંથી બાયોડીઝલ જેવુ જવલનશીલ પ્રવાહી આશરે લીટર-૩૦૦૦ કિ.રૂ.૨,૦૧,૦૦૦/- તથા બાયોડીઝલ જેવા જવલનશીલ પ્રવાહી ભરવાનો આઉટલેટ (ફયુઅલ પંપ) કી.રૂ.૫૦૦૦/- તથા બેરલ નંગ-૨૫ કી.રૂ.૧૨,૫૦૦/- તથા કેરબા નંગ-૨૩ કી.રૂ.૨૩૦૦/- તથા મોટર નંગ-૧ કી.રૂ.૩૦૦૦/- તથા મહેન્દ્ર કંપનીનું જીટો (છોટા હાથી) નં. જી.જે.-૦૩-બીવી-૫૯૮૧ કી.રૂ. ૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૩,૨૩,૮૦૦/- નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવી ગુનો કરેલ હોય મજકુર આરોપી વિરુધ્ધ ઇ.પી.કો કલમ ૨૭૮, ૨૮૫ મુજબનો ગુન્હો ચોટીલા પોલીસ સ્ટેશનમાં રજી.કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

એલ.સી.બી. સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ.ઢોલ તથા એ.એસ.આઇ. એન.ડી.ચુડાસમા તથા વાજસુરભા લાભુભા તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા પો.હેડ કોન્સ. અમરકુમાર કનુભા તથા . ચમનલાલ જશરાજભાઇ તથા પો.કોન્સ. દિલીપભાઇ ભુપતભાઇ તથા અશ્વીનભાઇ ઠારણભાઇ એ રીતેની ટીમ દ્વારા રેઇડ કરી બાયોડીઝલનુ ગેરકાયદેસર થતુ સ્ટોરેઝ ઝડપી પાડેલ છે.

(11:54 am IST)