Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

ભાવનગર પાસે અકસ્માતઃ ૧નું મોત

ભાવનગર, તા. ૨૪ :. ભાવનગર નજીક બોલેરો પીકઅપ અને રીક્ષા અથડાતા એકનું મોત નિપજ્યુ છે. જ્યારે રીક્ષાચાલકને ગંભીર ઈજા થતા હોસ્પીટલ ખસેડાયેલ છે.

વિગતો મુજબ ભાવનગરના ભાલના કાળા-તળાવ પાસે નિરમા કંપની તરફના રોડ પર પૂરઝડપે જઈ રહેલ વોટર જગ સપ્લાય માટેનુ બોલેરો પીકઅપ વાહન રીક્ષા સાથે ધડાકાભેર અથડાતા બન્ને વાહનો રોડ પરથી નીચે ઉતરી પલ્ટી જતા બોલેરો વાહનના ચાલક દિનેશભાઈ નેપાળી (ઉ.વ. ૨૪)નું ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતું. જ્યારે રીક્ષા ચાલક અશોકભાઈ દિનેશભાઈ સોલંકી (ઉ.વ. ૨૬)ને ગંભીર ઈજા થતા તેને ૧૦૮ ઈમરજન્સી દ્વારા ભાવનગરની સર ટી. હોસ્પીટલમાં ખસેડાયેલ છે.

(11:49 am IST)