Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

સાંજે શ્રી સોમનાથ મહાદેવને બિલાપત્ર શ્રૃંગાર

શ્રાવણ મહિનામાં પ્રથમ જયોર્તિલીંગના દર્શન ભાવિકોઃ પૂજન, અર્ચન, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો

(દિપક કકકડ-દેવાભાઇ રાઠોડ દ્વારા) વેરાવળ-પ્રભાસ પાટણ તા. ર૪ :.. શ્રી સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ મહિનામાં દરરોજ સાંજે અલગ-અલગ શ્રૃંગાર કરવામાં  આવે છે જેમાં આજે સાંજે શ્રી સોમનાથ મહાદેવને બિલાપત્ર શ્રૃંગાર કરાશે.

સોમનાથમાં શ્રાવણના ત્રીજા સોમવારે વહેલી સવારનાં ૪ કલાકે મંદિર ખૂલતાની સાથે દર્શન માટે લાંબી કતારો જોવા મળેલ હતી અને દિવસભર સતત લોકોનો ઘસારો જોવા મળેલ હતો સવારનાં ૬-૧પ મહાપુજાનો પ્રારંભ કરવામાં આવેલ. ૭ કલાકે સવારની આરતી ૭.૪પ કલાકે સવા લક્ષ બિલ્વાયેન, ૯ કલાકે યાત્રીકો દ્વારા નોંધાવેલ રૂદ્ર પાઠ અને મૃત્યંજય પાઠ કરવામાં આવેલ તેમજ પાલખીનું પૂજન કરવામાં આવેલ. ૧૧ કલાકે મધ્યન્હ મહાપૂજા, મહાપૂજન મહાદુગ્ધ અભિષેક ૧ર કલાકે મધ્યાન્હ આરતી સાંજે પ થી ૮ શ્રૃંગાર દર્શન જેમાં રૂદ્રાક્ષનો શ્રૃંગાર કરવામાં આવેલ તેમજ દિપમાળા સાંજના ૭ કલાકે આરતી કરવામાં આવેલ. આરતીમાં દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો નથી.

મહાદેવને જે રૂદ્રાક્ષનો શ્રૃંગાર કરવામાં આવેલ તેમાં એક લાખ રૂદ્રાક્ષનાં પારાનો ઉપયોગ થયેલ સોમનાથ મહાદેવને ૧પ ધ્વજાપૂજા, ૭ તત્કાલ મહાપૂજા, સવારના ૪ થી સાંજના ૬ સુધી અંદાજીત ૩૦ હજારથી વધુ લોકોએ દર્શનનો લાભ લીધેલ આજે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પરીવાર સાથે દર્શન કરેલ હતાં.

લોકોનાં ઘસારાને ધ્યાને લઇ અને પોલીસ એસ. આર. પી., જી. આર. ડી. અને સોમનાથ ટ્રસ્ટીની સીકયુરીટી અને અધિકારીઓ દ્વારા સતત ખડેપગે રહ્યા હતાં.

(11:48 am IST)